Western Times News

Gujarati News

સિદ્ધપુરમાં ચાઇલ્ડ પોર્ન વીડિયોનું કૌભાંડ ઝડપાયું, ૩ યુવકોની ધરપકડ

પાટણ: એક તરફ દેશમાં રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મો બનાવવાના મામલે ધરપકડ થતા સનસનાટી મચી છે ત્યારે પોર્ન ફિલ્મો અને પોર્નોગ્રાફી અંગે સ્થાનિક લેવલ પર પણ કામગીરી થઈ રહી છે. દરમિયાન મોબાઇલમાં પોર્નોગ્રાફી ફોરવર્ડ કરવાના આરોપસર પાટણની સિદ્ધપુર પોલીસે ૩ યુવકોની ધરપકડ કરી છે.

આ યુવકો પર આરોપ છે કે તેઓ પોતાના મોબાઇલ ફઓનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરી અને જુદા જુદા લોકોને ફોરવર્ડ કરતા હતા. આવા ૫૫ વ્યક્તિઓને તેમણે આ વીડિયો ડાઉનલોડ કર્યા હોવાની માહિતી સામે આવતા સિદ્ધપુર પીઆઈ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.

સિદ્ધપુર શહેરના મુક્તિધામ નજીક આવેલા મોતિરામનો ઢાળ પાસે રહેતા અરવિંદ ધીરુજી ઠાકોર , ફુલપુરા ગામમાં રહેતા સચિન અમરસંગ ઠાકોર તેમજ રાજપુરમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીના દિપકજી છનાજી ઠાકોર સદર ત્રણેના ઈસમોના મોબાઈલ ફોન જપ્ત કરી ગાંધીનગર ખાતે સાયબર સેલ ના નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેટા રિસ્ટોર માટે મોકલી આપ્યા હતા જેનો રિપોર્ટ આવતા ત્રણેયના મોબાઈલ ફોનો માંથી ચાઈલ્ડ પોર્નો ગ્રાફીના વિડિઓ મળી આવ્યા હતા

જેથી ત્રણેય વિરુદ્ધ ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૮/ ની કલમ ૬૭ ( બી ) મુજબ ગોનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાર્યવાહી થતા ચાઈલ્ડ પોર્નો ગ્રાફીના વિડિઓ ડાઉનલોડ કરી વાયરલ કરનારા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગઈ છે. સિદ્ધપુર તાલુકામાં ઘણા સમયથી સોશિયલ મીડિયાના ફેસબુક , વોટ્‌સએપ , ટિ્‌વટર , ઈનસ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં ચાઈલ્ડ પોર્નો ગ્રાફીના વિડિઓ ડાઉનલોડ કરી તે વિડિઓ આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકોના ફોનમાં મોકલવામાં આવતા હતા. આમ રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મ કૌભાંડ વચ્ચે પોર્નોગ્રાફીના આ પ્રકારનો કિસ્સો સામે આવતા પોલીસે લાલ આંખ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.