Western Times News

Gujarati News

બકરાઈદની પૂર્વ સંધ્યાએ ટાઉન પોલીસે ચાંદટેકરી માંથી ૧૪ અને રૂરલ પોલીસે અમલાઈ નજીકથી ૫૧ પશુઓ બચાવી લીધા

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: મોડાસા શહેરના ચાંદટેકરી,રાણાસૈયદ અને કસ્બા વિસ્તારમાં અનેક ગેરકાયદેસર કતલખાના વર્ષોથી ધમધમી રહ્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ પશુઓને ગેરકાયદેસર રીતે કતલખાને ધકેલતા કસાઇઓ પર તવાઈ બોલાવી છે બકરીઈદની પૂર્વ સંધ્યાએ ટાઉન પોલીસે ચાંદટેકરી વિસ્તારમાંથી ૧૪ અને રૂરલ પોલીસે અમલાઈ નજીકથી ૫૧ પશુઓ અને ગૌવંશને બચાવી લઇ ઇડર પાંજરાપોળ મોકલી આપ્યા હતા માલપુર  ખલીકપૂરનો કાળાભાઇ ભરવાડ નામનો શખ્સ પીકઅપડાલાં બે ગાયને કતલખાને લઇ જતો માલપુર પોલીસે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

મોડાસા ટાઉન પીઆઈ એન.જી.ગોહીલ અને તેમની ટીમને  ચાંદટેકરી વિસ્તાર નજીક ખુલ્લી જગ્યામાં ૧૪ જેટલા પશુઓને ક્રૂર રીતે બાંધી રાખી કતલખાને ખસેડવાની કેટલાક શખ્સો પેરવી કરી રહ્યા હોવાની બાતમી મળતા તાબડતોડ પોલીસ કાફલા સાથે બાતમી આધારીત સ્થળે ત્રાટકતા પશુઓની રખેવાળી કરતા બે બાઈક પર કસાઈઓ નાસી છૂટતા પોલીસે રૂ.૩૭ હજારના ૧૪ જેટલા પશુઓને બચાવી લીધા હતાં અને બાઈક સવાર નાસી છૂટેલા શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા

મોડાસા રૂરલ પીઆઈ એમ.બી.તોમરને અમલાઈ નજીક કુરબાની આપવા ફેન્સીંગ કરેલ ખેતરમાં ગેરકાયેદસર રીતે ગૌવંશ મુશ્કેટાટ હાલતમાં બાંધી રાખવામાં આવ્યું હોવાની બાતમી મળતા પીઆઈ તોમર અને પોલીસ કાફલો બાતમી આધારીત અમલાઈ નજીક ખુલ્લી જગ્યામાં રેડ કરતા કસાઈઓ ફરાર થઇ ગયા હતા રૂરલ પોલીસે ઘાસચારા અને પાણી વગર ટળવળતાં અને ક્રૂરતા પૂર્વક બાંધી રાખેલ ગૌવંશ અને અન્ય પશુઓ મળી કુલ-૫૧ કીં.રૂ.૧.૧૫ લાખનો મુદ્દમાલ જપ્ત કરી પશુઓ માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરી ઇડર પાંજરાપોળ મોકલી આપવા તજવીજ હાથધરી અજાણ્યા કસાઈઓ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

માલપુર પીઆઈ એફ.એલ.રાઠોડ પોલીસ સ્ટાફ સાથે ઉભારણ ગામ નજીક પેટ્રોલીંગમાં હતા ત્યારે પીકઅપ ડાલામાં ખાલીકપુર ગામનો કાળાભાઇ વાલાભાઇ ભરવાડ નામનો શખ્સ બે ગાયને મુશ્કેટાટ હાલતમાં બાંધી ઘાસચારા કે પાણીની સગવડ કર્યા વગર પસાર થતા પોલીસે અટકાવી કાળાભાઇ ભરવાડ પાસે પરમીટ માંગતા ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો પોલીસે કાળાભાઈ ભરવાડની કડક પૂછપરછ કરતા બંને ગાયને કતલખાને લઇ જતો હોવાનું જણાવતા તેની ધરપકડ કરી ગાય, પીકઅપ ડાલુ સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ.રૂ.૪.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.