Western Times News

Gujarati News

સામાન્ય બાબતે પુત્રએ ગળું દબાવી માતાની હત્યા કરી

Files Photo

પાલઘર: મહારાષ્ટ્રના વસઈમાં બનેલી એક ઘટનામાં કળયુગી દીકરાના કારણે માનો જીવ ગયો છે. ૧૮ વર્ષના યુવકે સામાન્ય બાબતે માથાકૂટ થયા પછી પોતાની જ માનું કથિત રીતે પટ્ટાથી ગળું દબાવીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. જ્યારે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે સરકારી હોસ્પિટલમાં મોકલીને પોલીસે વધુ તપાસ શરુ કરી છે. મળતી વિગતો પ્રમાણે પાલઘરના વસઈમાં મંગળવારે સાંજે એક ફ્લેટમાં આ ઘટના બની હતી. જેમાં યુવકે આવેશમાં આવીને પોતાની માતાની હત્યા કરી હતી. આ બન્ને વચ્ચે રૂપિયા અને દારુના નશાની બાબતે ઝઘડો થયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જાેકે, આ અંગે પોલીસ વધારે તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે, મહિલા તેના બે બાળકો સાથે ફ્લેટમાં રહેતી હતી, જેમાં એક છોકરી છે અને બીજાે આરોપી છોકરો છે. મહિલાના પતિનું પાછલા વર્ષે મૃત્યુ થઈ ગયું હતું. મહિલાનો વારંવાર દીકરા સાથે રૂપિયાની બાબતે ઝઘડો થતો રહેતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.