Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા રૂ. 12,000ની સબસિડી મળશે

ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી દ્વારા સબસિડી પ્રોગ્રામ 2021-22 માટે જૉય ઇ-બાઇકને મંજૂરી મળી

વડોદરા, ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સના અગ્રણી ઉત્પાદકો પૈકીની એક અને બ્રાન્ડ ‘જૉય ઇ-બાઇક’નું ઉત્પાદન કરતી વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ (BSE Code: 538970)ને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (જીઇડીએ)ના સબસિડી પ્રોગ્રામ 2021-22 અંતર્ગત વિદ્યાર્થી સબસિડી અંતર્ગત મંજૂરી મળી ગઈ છે. Gujarati_Press Release-Joy e-bike gets approval for subsidy program 2021…

જૉય ઇ-બાઇકના ચાર ટૂ-વ્હીલર મોડલને જીઇડીએ પાસેથી મંજૂરી મળી છે. આ પ્રોગ્રામ અંતર્ગત ધોરણ 9 સુધીથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એક્સ-શોરૂમ પ્રાઇસ પર રૂ. 12,000 સુધીની સબસિડી મેળવવાને પાત્ર છે.

 

જૉય ઇ-બાઇક માટે સબસિડી જૉય ઇ-બાઇકના જેન નેક્સ્ટ (ઇલેક્ટ્રિક સ્કૂટર), વોલ્ફ (ઇલેક્ટ્રિક સ્કૂટર), ગ્લોબ (ઇલેક્ટ્રિક સ્કૂટર) અને મોન્સ્ટર (ઇલેક્ટ્રિક મોટરસાયકલ) મોડલ માટે મળશે.

રાજ્યમાં ઇ-વાહનોની સ્વીકાર્યતા વધારવાના પ્રયાસરૂપે મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ તાજેતરમાં બેટરથી ચાલતા ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સની ખરીદી પર સબસિડીઓ આપવાના સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી. આ યોજના ધોરણ 9 અને એનાથી આગળના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે.

તેઓ મહત્તમ 10,000 ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ પર સબિસિડીનો લાભ લઈ શકે છે અને દરેક ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ પર રૂ. 12,000 સુધીની સબસિડી મેળવી શકે છે. એ જ રીતે વ્યક્તિઓ અને સંસ્થાઓને મહત્તમ 5,000 ઇ-રિક્ષા પર સબસિડીનો લાભ મળશે અને દરેક ઇ-રિક્ષા પર રૂ. 48,000ની સબસિડી મળશે.

આ અંગે વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના સીઓઓ શ્રીમતી શીતલ ભાલેરાવે કહ્યું હતું કે, “અમે વિદ્યાર્થીઓ માટેની સબસિડી યોજના માટે જૉય ઇ-બાઇકની પસંદગી કરવા માટે ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના આભારી છીએ.

અમે દ્રઢપણે માનીએ છીએ કે, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) હાંસલ કરવા માટે મુખ્ય સમાધાનો પૈકીનું એક સમાધાન ઇલેક્ટ્રિક વાહનો છે. સરકારની આ પહેલો અને પ્રોત્સાહનો ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટેની માગને વેગ આપશે. આ પ્રકારના પગલાં અમને ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરનો મજબૂત પોર્ટફોલિયો ઊભા કરવા પ્રોત્સાહન આપશે. અમે એને અમારા ગ્રાહકો માટે બેસ્ટ પ્રોડક્ટની રેન્જ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી તરીકે લઇશું. આ તમામ પ્રોડક્ટ એની કેટેગરીમાં શ્રેષ્ઠ હોવાની સાથે વાજબી ખર્ચ પણ ધરાવતા હશે.”

વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ વિશેઃ

વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ જૉય ઇ-બાઇક બ્રાન્ડ નેમ અંતર્ગત ઇલેક્ટ્રિક વ્હિકલ (ઇવી) સેગમેન્ટમાં અગ્રણી ઓટો ઉત્પાદક કંપની પૈકીની એક છે. કંપની એની બ્રાન્ડ વ્યોમ ઇનોવેશન બ્રાન્ડ મારફતે હોમ એપ્લાયન્સ માર્કેટની જરૂરિયાત પૂર્ણ કરે છે.

ઇલેક્ટ્રિક વાહનના ઉત્પાદનમાં બીએસઇ પર સૌપ્રથમ લિસ્ટેડ કંપની તરીકે એનું મુખ્યત્વે ધ્યાન સકારાત્મક પરિવર્તનને દોરવાની ફિલોસોફી સાથે સુસંગત મોબિલિટીના હાલના વપરાશનો સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પ્રદાન કરવા ભારતના ઇવી સેગમેન્ટમાં વૃદ્ધિની સંભવિતતા પર કેન્દ્રિત છે.

જૉય ઇ-બાઇક્સ દ્વારા કંપનીએ પરંપરાગત ઇંધણથી સંચાલિત બાઇક્સનો પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પ્રદાન કર્યો છે. બીજી તરફ, વ્યોમ ઇનોવેશન્સ ઉપભોક્તાઓને ઊર્જાદક્ષ ઘરેલું ઉપકરણો પ્રદાન કરે છે, જેનો ઉદ્દેશ પર્યાવરણને અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે. એની કામગીરી ભારતના 25 મોટા શહેરોમાં પથરાયેલી છે અને કંપની દેશના તમામ વિસ્તારોમાં એની કામગીરી વધારવા કામ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.