Western Times News

Gujarati News

મામલતદારની બોગસ સહી અને બનાવટી સિક્કા વાપરી હુકમ બનાવ્યો, પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, મોડાસા તાલુકાના સાકરીયા ગામે ખેતરમાંથી અવર-જવર માટે ખેડૂતો વચ્ચે તકરાર ચાલતી હતી અને જે અંગે અરજી મામલતદાર કચેરીમાં કરવામાં આવી હતી

ત્યારે આ અંગે એક અજાણ્યા ઈસમે મામલતદાર તરીકે ખેડૂતે કરેલ રસ્તાના દાવા અંગે ટેલીફોનીક સંપર્ક કરી તેમની તરફેણમાં હુકમ કરવાનું જણાવી ખેડૂત પાસેથી રૂપિયા ખંખેરી લઇ મામલતદાર કચેરીમાં પેંડીંગ પડેલ દાવા બનાવટી મનાઈ હુકમ કરતા અને આ મનાઈ હુકમની કોપી આરપીએડીથી મોકલી આપતા આ અંગે ખેડૂતોએ મોડાસા મામલતદારનો સંપર્ક કરતા તેમને આવો કોઈ મનાઈ હુકમ કર્યો નથી

તો મનાઈ હુકમ થયો કઈ રીતે તેની તપાસ કરતા કોઈ અજાણ્યા ઇસમેં મામલતદારના હોદ્દા,સહિ,સીક્કાનો ખોટો દુરુપયોગ કર્યો હોવાની જાણ થતા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મોડાસા મામલતદાર તરીકે ફરજ બજાવતા અરૂણકુમાર સુરજદાન ગઢવીને તેમની કચેરીના દાવા નંબર ૬૮૯/૨૧ નો તેમની જાણ બહાર મનાઈ હુકમ થઇ ગયો હોવાની જાણ સાકરીયા ગામના ખેડૂતોએ મામલતદારને કરતા ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે તપાસ કરતા કોઈ અજાણ્યા ઈસમે તેમના હોદ્દાનો દુરુપયોગ,

ખોટા સહી સીક્કાનો દુરુપયોગ કરી મનાઈ હુકમ આરપીએડી કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા તાબડતોડ આ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતા મોડાસા રૂરલ પીઆઇ તોમરે ફરિયાદ નોંધી ખેડૂતોએ આપેલ મોબાઇલ નંબરના આધારે નકલી મામલતદારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

મોડાસામાં નકલી મામલતદાર બની બેઠેલા શખ્સે મનાઈ હુકમ કરવા ખેડૂતો પાસેથી મોટી રકમ પડાવી લીધા પછી અરજદારને શકે ન પડે તે માટે મામલતદારના ખોટા સહી સીક્કા કરી આરપીએડીથી મનાઈ હુકમ પણ મોકલી આપ્યો હતો ત્યારે જીલ્લામાં નકલી પોલીસ,

નકલી આરટીઓ અધિકારીઓ પછી નકલી મામલતદાર પણ લોકોને લૂંટવા સક્રીય થતા લોકો પણ અચંબીત બન્યા છે ત્યારે નકલી મામલતદાર બનવાનું સાહસ કરનાર શખ્સે કેટલા લોકોને મામલતદારના નામે ચૂનો લગાવ્યો છે એ તો ઝડપાયા પછી જ ખબર પડશે હાલ તો નકલી મામલતદારે જીલ્લામાં ભારે ચકચાર મચાવી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.