Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ગુજરાતમાં તારાજીનો ભય-તાપી નજીકના ગામોમાં એલર્ટ

File

હથનુર ડેમના ૪૧ દરવાજા ખોલાતાં ગુજરાતમાં એલર્ટ ડેમમાંથી ૮૦,૦૦૦ ક્યૂસેક પાણી છોડવાથી જલગાંવ, ધૂલિયા, નંદુબાર, તાપી નદીના કિનારેના ગામોમાં એલર્ટ

તાપી,  મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં સ્થિત હથનુર ડેમના વોટરશેડના ૯ વિસ્તારોમાં ગોપાલખેડા, લોહાર, દેડતલાઇ, ટેક્સા, ચિખલધરા અને બુરહાનપુરમાં ગત ૨૪ કલાકમાં ૩૨૫એમએમ વરસાદ ખાબક્યો છે. તેમાં ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. ગુરૂવારે ૩ વાગે ડેમના તમામ ૪૧ દરવાજા ખોલવામાં આવ્યા હતા.

શુક્રવારે બપોરે હથનુર ડેમ ૮૦,૦૦૦ ક્યૂસેક પાણી છોડવાથી જલગાંવ, ધૂલિયા, નંદુબાર, તાપી અને સુરત જિલ્લામાં તાપી નદીના કિનારેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી હથનુર ડેમમાંથી ૧.૩૦ લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. એટલે કે પાણી ૨૪ કલકામાં ઉકાઇ ડેમમાં પહોંચશે. ડેમના અધિકારી સતર્ક થઇ ગયા છે. ઉકાઇ ડેમનું જળસ્તર ૩૧૫.૦૯ ફૂટ થઇ ગયું છે. હથનુર ડેમના તમામ ૪૧ ગેટ ખોલતાં ઉકાઇના જળ્સ્તરમાં ૧ થી ૨ ફૂટનો વધારો થયો છે. હથનુર ડેમમાંથી શુક્રવારે બપોરે ૧ વાગે સવા લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૨૩મી જુલાઈથી સતત ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.