Western Times News

Gujarati News

ઓલિમ્પિક શૂટિંગમાં ભારતનો નિરાશાજનક દેખાવ

મનુ ભાકર-યશસ્વીની ફાઈનલ માટે ક્વોલિફાય ન થઈ શક્યા -ભાકરે પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ લીધો, ચાલુ સ્પર્ધાએ પિસ્ટલના ઈલેક્ટ્રોનિક ટ્રિગરને બદલવા જવુ પડ્યું હતું

ટોક્યો,  ટોકિયો ઓલિમ્પિકનો બીજાે દિવસ ભારત માટે નિરાશાનજક રહ્યો છે. શૂટિંગમાં ભારતને મેડલ્સ મળવાની આશા હતી પણ ભારતીય શૂટર્સનુ પ્રદર્શન આજે પણ નિરાશાજનક રહ્યુ હતુ. મહિલાઓની ૧૦ મીટર એર પિસ્ટર ઈવેન્ટમાં મનુ ભાકર અને યશસ્વિની સિંહ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકી નહોતી.

Manu Bhaker & Yashaswini Deswal miss out on qualifying for Final of 10m Air Pistol event. #tokyo2020

સ્ટાર શૂટર મનુ ભાકરને પિસ્ટલે સાથ આપ્યો નહતો. સ્પર્ધાની વચ્ચે જ પિસ્ટરના ઈલેક્ટ્રોનિક ટિગરમાં ખરાબી સર્જાઈ હતી અને તેના કારણે તેનુ મેડલ જીતવાનુ સપનુ પણ તુટી ગયુ હતુ. મનુ ભાકર ૬૦૦ માંથી ૫૭૫ પોઈન્ટસ સાથે ૧૨માં સ્થાને રહી હતી. તેને ફાઈનલમાં પહોંચવા માટે ટોપ ૮ ખેલાડીઓમાં સ્થાન મેળવવુ પડે તેમ હતુ.

ભાકરે પહેલી વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેને ચાલુ સ્પર્ધાએ પિસ્ટલના ઈલેક્ટ્રોનિક ટ્રિગરને બદલવા માટે ટેન્ટમાં જવુ પડ્યુ હતુ. આ આખી પ્રક્રિયા બાદ મનુ ભાકરનુ પરફોર્મન્સ કથળ્યુ હતુ.

જ્યારે અન્ય ખેલાડી યશસ્વિની સિંહ ૧૩મા સ્થાને રહી તહી. જ્યારે ચીનની જિયાન રાનશિંગ પહેલા ક્રમે રહીને ફાઈનલમાં પહોંચી હતી. તેને ૫૮૭ પોઈન્ટસ મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.