Western Times News

Gujarati News

છેલ્લા ૪૨ દિવસમાં પેટ્રોલ ૧૧.૫૨ રૂપિયા મોંઘું થયું

પ્રતિકાત્મક

નવી દિલ્હી: આજે સોમવારે સતત નવમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. જાેકે, આશા રાખવામાં આવી રહી હતી કે કિંમતોમાં ઘટાડો થશે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં ઇંધણની કિંમતો સ્થિર છે. સ્થાનિક માર્કેટમાં ૯ દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નહોતો જાેવા મળ્યો. રાજધાની દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલની કિંમત ૧૦૧.૮૪ રૂપિયા અને ડીઝલ ૮૯.૮૭ રૂપિયા છે. નોંધનીય છે કે, મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો જાેવા મળી રહ્યો છે. ૪૨ દિવસમાં પેટ્રોલ લગભગ ૧૧.૫૨ રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે.

મે મહિનાથી લઈને જુલાઈ મહિના સુધી ઇંધણના ભાવમાં સમયાંતરે વધારો જાેવા મળ્યો છે. દેશમાં ઓછામાં ઓછા ૧૯ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે

સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.