Western Times News

Gujarati News

કેન્દ્ર સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે

નવીદિલ્હી: આ વખતે મોનસૂન સત્ર ૧૯ જુલાઇથી શરૂ થયું છે, જે ૨૭ જુલાઇ સુધી ચાલશે. સત્ર દરમ્યાન ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, પરંતુ આ વખતે પેગાસસ સ્પાયવેરનો મુદ્દો ચર્ચામાં મોખરે છે. કોંગ્રેસનાં સાંસદ મનીષ તિવારીએ આ સ્પાયવેર જાસૂસી કેસ સંદર્ભે ગૃહમાં નોટિસ આપી છે. કોંગ્રેસનાં અન્ય સાંસદ મણિકરામ ટાગોરે પણ સરકાર દ્વારા પેગાસસ સ્પાયવેરનાં કથિત ઉપયોગની ચર્ચા કરવા સ્થગન પ્રસ્તાવની વાત કરી છે.

વળી જાે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની વાતી કરીએ તો તેઓ આજે સંસદ ટ્રેક્ટર મારફતે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, ‘હું ખેડૂતોનો સંદેશ લઈને આવ્યો છું. સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે આ કાળો કાયદો પાછો લેવો પડશે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોના અવાજને દબાવી રહી છે અને સંસદમાં તેમના મુદ્દા પર ચર્ચા થવા દેતી નથી. ત્રણ નવા કૃષિ કાયદાઓ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, આ કાળા કાયદા છે અને સરકારે તેમને પાછા ખેંચવા જ પડશે.

સમગ્ર દેશ જાણે છે કે આ કાયદાઓથી દેશનાં ૨ થી ૩ ઉદ્યોગપતિઓને જ ફાયદો થશે. કોંગ્રેસનાં નેતાએ સરકાર પર શાંબ્દિક હુમલો કર્યો અને કહ્યું, સરકારનાં જણાવ્યા મુજબ, ખેડૂતો ખૂબ ખુશ છે. સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરનારા લોકો આતંકવાદી છે. પરંતુ વાસ્તવિકતામાં ખેડૂતોનાં હક છીનવાઇ રહ્યા છે.

રણદીપ સુરજેવાલા, દિપેન્દ્ર હૂડા અને કોંગ્રેસનાં અન્ય ઘણા નેતાઓ રાહુલ ગાંધી સાથે ટ્રેક્ટર પર સવાર જાેવા મળ્યા હતા. આ ટ્રેક્ટર ડ્રાઇવ કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસનાં નેતા રણદીપ સુરજેવાલા અને પત્ની. શ્રીનિવાસને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ટ્રેક્ટરની સામે કૃષિ કાયદાઓ વિરુદ્ધ એક પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું અને ખેડૂતોનાં સમર્થનમાં વાતો કહેવામાં આવી હતી.

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ખેડૂતોનો અવાજ છે, તેેમને સાંભળવામાં આવી રહ્યા નથી. સરકારે આ ત્રણ કૃષિ કાયદા પાછા લેવા પડશે, આ કાળા કાયદા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતો પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેમને આતંકવાદી પણ કહેવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીના જંતર મંતર ખાતે કિસાન સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૦ ખેડૂત દરરોજ જંતર-મંતર ખાતે સંસદનું આયોજન કરશે

જે સંસદનાં ચોમાસુ સત્ર સુધી ચાલુ રહેશે. છેલ્લા એક વર્ષથી દિલ્હીની ટીકરી, સિંઘુ અને ગાઝીપુર સરહદ પર ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે ત્રણેય કાયદા પાછા ખેંચવા જાેઈએ, પરંતુ સરકારનું કહેવું છે કે કાયદા પાછા નહીં ખેંચવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.