Western Times News

Gujarati News

ઘેંટાને નવડાવવા જતા પિતા અને બે પુત્ર સહિત ત્રણનાં મોત

વેરાવળ: ઉના નજીક આવેલ વેરાવળ રોડ ઉપર સીલોજ ગામની નજીકમાં બાયપાસના ઠીકરીયા ખારાના વિશાળ ઊંડા વિશાળ તળાવમાં રબારી સમાજના ગોવાળ પોતાનાં ઘેંટાના શરીર માંથી ઉન કાઢવાનુ હોય તે પહેલા ધેટાને નવડાવતા હતા. તે સમયે ગોજારી ધટનામાં ડુબી જવાથી ત્રણ માલધારીના મોત થતાં ધટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા. એક કલાકની જહેમત બાદ ત્રણ મૃતદેહોને પાણી માંથી બહાર કાઢતા અરેરાટી વ્યાપી હતી.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ ઉનાના મોટા ડેશર ગામનાં માલધારી ભોપાભાઈ જેઠાભાઈ ગળચર ઉ.વ ૬૦ તેનાં બે યુવાન પુત્ર પાલાભાઈ ભોપાભાઈ, ભીમાભાઈ ભોપાભાઈ પોતાનાં ધેંટાનું ઊન ઉતારવાનું હોય તે માટે તળાવના પાણીમાં ધેંટાને નવડાવતા હતા. અને અચાનક ભોપાભાઈનો પગ પાણીમાં લસપતા તળાવના ઊંડા પાણીમાં પડી જતાં ડૂબવા લાગતાં આ દ્રશ્ય જાેઇ તેના બન્ને પુત્ર પિતાને બચાવવા તળાવમાં ઝંપલાવ્યું હતું. પરંતુ તળાવ વચ્ચે રહેલાં ઉંડા ધુણામાં પુત્ર પણ ડુબવા લાગતા બચાવો બચાવોની બુમો પાડતા આજુબાજુના લોકો તળાવ પાસે દોડી ગયા હતાં. પરંતુ ત્રણેય લોકો પાણીમાં ગરક થઇ ગયા હતા.

તાત્કાલીક ઉના નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતાં અશોકભાઈ બાંભણીયા સહિતની ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળે પહોંચી રેશ્ક્યું ઓપરેશન હાથ ધરી એક કલાકની જહેમત બાદ મૃતક પિતા બે પુત્ર સહિત ત્રણ મૃતદેહો પાણી માંથી બહાર કાઢી ઉના સરકારી હૉસ્પિટલમાં પી એમ માટે ખસેડવામાં આવ્યા હતા..

તળાવમાં ઘેંટા નવરાવતા રબારી માલધારી પિતા બે પુત્ર સહિત ત્રણ નાં મોતની જાણ પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય નાથાભાઇને થતાં તે પણ ધટના સ્થળે દોડી આવીને ઉના પોલીસ, તાલુકા પંચાયતના અધિકારી, પંચાયત તલાટી મંત્રી, તાલુકા પંચાયત પ્રમુખ પતિ સામતભાઈ ચારણીયા સહિતના આગેવાનો પણ દોડી આવેલ અકસ્માતની ધટના બનતાં લોકો નાં ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. આ ઉપરાંત ઉના પંથકના લામધાર ગામે બે સગી બહેનને સર્પ એ ડંશ મારતા કરૂણ મોત થયા અને રેલ્વે ફાટક નજીક એક ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યા બાદ પિતા બે પુત્ર સહિત ત્રણનાં ડુબી જવાથી મોત થતાં એકજ દિવસમાં ૬ માનવ જીંદગી ગુમાવતા સમગ્ર તાલુકામાં અરેરાટી વ્યાપી ગઇ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.