Western Times News

Gujarati News

કોઈ ફોન કરી ટીમ વ્યુઅર અને એની ડેસ્ક ડાઉનલોડ કરવાનું કહે તો ચેતજાે

કોઈ પણ બેન્ક પોતાના ગ્રાહકોને કોઈ પણ એપ ડાઉનલોડ કરવા કહેતી નથી

અમદાવાદ, સાયબર ગઠિયા જાતજાતની તરકીબો અજમાવી લોકો સાથે છેતરપિંડીનો પ્રયત્ન કરી રહ્યાં હોવાની પોલીસને જાણ થઈ છે અને આ સાયબર ગઠિયાની લોકોને ફોન તેમજ મેસેજ કરનારી ટોળકી ખૂબ જ એક્ટિવ છે. સાયબર ક્રાઈમ દ્વારા આવા ગઠિયાની જાળમાં કોઈ ન ફસાય તે માટે સોશિયલ મીડિયા મારફતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

બીજી તરફ અજાણ્યા નંબર પરથી ફોન કરી અલગ અલગ બહાનાં બનાવીને એની ડેસ્ક તેમજ ટીમ વ્યુઅર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની જાળમાં ફસાવી તમારા ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી ઠગાઈ કરતી સાયબર ગેંગ સક્રિય થઈ છે.

ગઠિયા એની ડેસ્ક અને ટીમ વ્યુઅરનો ઉપયોગ કરીને ભોગ બનનારી વ્યક્તિના યુપીઆઈ દ્વારા પૈસાની ઉઠાંતરી કરે છે, જ્યારે આઈટી સેક્ટરમાં કામ કરતા પ્રોફેશનલ્સ માટે આ એપ ખૂબ જ કામની છે, કેમ કે આ કોઈ પણ મોબાઈલ કે લેપટોપને એક્સેસ કરવાની સગવડતા આપેછે. સામાન્ય ભાષામાં કહીએ તો આ એક સ્ક્રીન શેરિંગ પ્લેટફોર્મ છે.

પ્રોફેશનલ કામ માટે આ એપનો ઉપયોગ કરવામાં આવે છે, વળી, આરબીઆઈએ વર્ષની શરૂઆતમાં લોકોને ચેતવણી આપી હતી કે લોકો રિમોટ એપ એની ડેસ્કથી સાવધાન રહે. આ એપની મદદથી હેકર્સ યુઝરના ફોનનુેં એક્સેસ મેળવીને પોતાના કંટ્રોલમાં કરી લે છે. આરબીઆઈની આ વોનિંગ બાદ એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેન્કે પણ એડવાઈઝરી જાહેર કરી હતી.

ગઠિયા હેકર્સ બેન્કના એક્ઝિક્યુટિવ તેમજ અન્ય કોઈ ઓળખાણ આપીને યુઝરને ફોન કરે છે. ઘણીવાર એવુ પણ બને છે કે જેમાં ગૂગલ પરથી લીધેલા ખોટા કર્ટમર કેર પર યુઝર ફોન લગાવે છે. આ બન્ને કિસ્સામાં નકલી એમ્પ્લોઈ બની ઠગ યુઝરને એની ડેસ્ક કે ટીમ વ્યુઅર ક્લિક સ્પોર્ટ એપ ડાઉનલોડ કરવા કહે છે.

એપ ડાઉનલોડ થયા બાદ સાયબર ક્રિમિનલ્સને ૯ આંકડાનો રિમોટ ડેસ્ક કોડ જાેઈએ છે. આ કોડ યુઝર તેમને જણાવે એટલે તે યુઝરના મોબાઈલ સ્ક્રીનને સરળતાથી જાેઈ શકે છે. અને કંટ્રોલ પણ કરી શકે છે. એટલું જ નહીં, તે સ્ક્રીનને રેકોર્ડ પણ કરી શકે છે. સ્ક્રીન શેર થયા બાદ ફ્રોડ કરનાર યુઝરના મોબાઈલ કે કમ્પ્યુટર એક્ટિવિટીને મોનિટર કરે છે.

તેઓ બેન્કની ડિટેઈલ પણ ચોરી કરી શકે છે, જેમાં ચિંતાજનક બાબત એ છે કે આ એપ ફોન લોક કર્યા બાદ પણ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહેછે.

આઈફોનની સરખામણીમાં એન્ડ્રોઈડ ડિવાઈસ પર એટેકનું જાેખમ સૌથી વધારે રહે છે. એન્ડ્રોઈડ પર એની ડેસ્ક સ્કેમર્સ સરળતાથી સ્કીનને મોનિટર અને રેકોર્ડ કરી શકે છે, જ્યારે આઈફોન એની ડેસ્ક એપની સ્ક્રીન કાસ્ટ નથી કરી શકતા. સ્ક્રીન શેર કરતાં પહેલા કે એપને ડાઉનલોડ કરતાં પહેલાં તેુના કામને સારી રીતે સમજી લેવું. જાણકારી વિના એપ યુઝર્સનેુ નુકસાન કરી શકે છે. સાથેજ એ વાતનું પણ ધ્યન રાખો કે કોઈ પણ બેન્ક પોતાના ગ્રાહકોને કોઈ પણ એપ ડાઉનલોડ કરવા કહેતી નથી.

ઉલ્લેખનીય છે કે ગઠિયા કેવાયસી અપડેટ, ક્રેડિટ-ડેબિટકાર્ડની વિગતો, ખાતું બ્લોક, બેન્ક લોન મંજૂર, સ્કોલરશિપ, સિલાઈ મશીન, કમ્પ્યૂટર, લકી ડ્રૂ, ફરી મોબાઈલો ડેટા ૮૦ ટકા-૯૦ ટકા ઓફ, ફ્રી મેડિકલ સેવા વગેરે તેમજ ગઠિયો કોઈપ ણ ઓળખાણ આપે,

જેમ કે બેન્ક કર્મચારી, ઈન્કમટેક્સ ઓફિસર, એક્સ આર્મીમેન, મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરના કર્મચારી, શિક્ષણ વિભાગના કર્મચારી, સ્વાસ્થ્ય કર્મચારી, વિઝા ઓફિસર વગેરે પર કોઈ પણ વિશ્વાસ ન કરવો. નહીં તો તે તમારી વિગતો મેળવીને તમને છેતરપિંડીનો ભોગ બનાવશે.

ખાસ કરીને ગઠિયા સાથે ઓટીપી, પિન, સીવીવી કે ક્રેડિટ-ડેબિટ કાર્ડ જેવી સંવેદનશીલ માહિતી ક્યારેય શેર કરવી નહીં અને કાળજી રાખવી તથા આવા કોઈ ગઠિયા તમને છેતરે તો ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરવી, જેથી સાયબર ગઠિયાને પકડી કડક કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.