Western Times News

Gujarati News

આસામ મિઝોર બોર્ડર હિંસાની તપાસ કરવામાં આવે : ગૌરવ ગોગોઇ

નવીદિલ્હી: વર્તમાન સમાયમાં આસામ મિઝોરમ સરહદ સંઘર્ષ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જે દરમિયાન લોકસભામાં કોંગ્રેસના ગૌરવ ગોગોઇએ આ સમગ્ર મામલે તપાસ થાય તેવી માગ કરી છે. મિઝોરમની સરહદ પર થયેલી હિંસામાં આસામના પાંચ પોલીસ જવાન માર્યા ગયા છે, આ ઘટના અંગે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ માહિતી આપી હતી.

અસમ અને મિઝોરમ બંને હિંસા માટે એકબીજાને જવાબદાર ગણાવી રહ્યા છે. લોકસભા સાંસદ ગૌરવ ગોગોઇ આ વિશે જણાવે છે કે, સોમવારના રોજ આસામ મિઝોરમ સરહદ પર થયેલી અથડામણ દરમિયાન લાઇટ મશીન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મને સમજાતું નથી કે, આપણે દેશમાં છીએ કે,સરહદ? અમે આ સમગ્ર ઘટનાની તપાસ થાય આવે તેવી અમારી ઉગ્ર માગ છે.

આ સાથે જ કોંગ્રેસ નેતા સુસ્મિતા દેવે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, સ્થિતિ ખૂબ ગંભીર છે. આ મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાત્કાલિક દરમિયાનગીરી કરવી જાેઈએ. મિઝોરમના મુખ્યમંત્રી અને આસામના મુખ્યમંત્રી ફક્ત આ મુદ્દાને લઈને ટિ્‌વટર પર લડી રહ્યા છે. જેનાથી કોઇ ઉકેલ આવી શકશે નહીં.

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ ટિ્‌?વટ કર્યું હતું કે, મને તમને એ જણાવતા અત્યંત દુઃખ થાય છે કે, આસામ મિઝોરમ સરહદ પર રાજ્યની બંધારણીય સીમાનું રક્ષણ કરતા સમયે આસામના ૫ પોલીસ જવાન શહીદ થયા છે. શહિદ જવાનોના પરિવારોને મારી સંવેદના. બીજી તરફ મિઝોરમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આસામ પોલીસે સરહદ પાર કરી હતી જે બાદ જ હિંસા શરૂ થઇ હતી. મિઝોરમે એવો પણ દાવો કર્યો છે કે, આસામ પોલીસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું છે. આસામ પોલીસે મિઝોરમ પોલીસ પર પહેલા ગોળીબાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.