Western Times News

Gujarati News

જૂન, 2021માં અનલોક પછી બજારો ખુલતાં MSMEની ધિરાણની માગમાં વધારો થયો

અગાઉના વર્ષની સરખામણીમાં નાણાકીય વર્ષ 2020-21માં ઇસીએલજીએસને કારણે એમએસએમઇને ધિરાણમાં વધારો થયો

મુંબઈ, સિડબી– ટ્રાન્સયુનિયન સિબિલ એમએસએમઈ પલ્સ રિપોર્ટની લેટેસ્ટ એડિશનના તારણો સંકેત આપે છે કે, નાણાકીય વર્ષ 2020-21માં એમએસએમઇને રૂ. 9.5 લાખ કરોડની લોન આપવામાં આવી હતી, જે અગાઉના નાણાકીય વર્ષ 2019-20માં આપવામાં આવેલી રૂ. 6.8 લાખ કરોડની રકમથી વધારે છે.

આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ (ઇસીએલજીએસ) જેવા સરકારી હસ્તક્ષેપોએ એમએસએમઇને વધારે ધિરાણ આપવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. ભારતમાં કુલ ઓન-બેલેન્સ શીટ વાણિજ્યિક ધિરાણ માર્ચ, 2021માં રૂ. 74.36 લાખ કરોડ હતું, જેમાં વાર્ષિક ધોરણે 0.6 ટકાનો વધારો થયો હતો.

માર્ચ, 2021માં એમએસએમઇ સેગમેન્ટને રૂ. 20.21 લાખ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું, જે વાર્ષિક ધોરણે 6.6 ટકાનો વધારો દર્શાવે છે. ધિરાણમાં આ વૃદ્ધિ એમએસએમઇ ધિરાણના તમામ પેટા સેગમેન્ટમાં જોવા મળી છે.

મહામારીની બંને લહેર પછી અનલોક થતાં ધિરાણની માગમાં ઊંચો વધારો જોવા મળ્યો

રિપોર્ટનું વિશ્લેષણ દર્શાવે છે કે, મહામારીની પહેલી અને બીજી લહેર પછી અનલોક થતા ધિરાણની માંગમાં ઊંચો વધારો જોવા મળ્યો છે. પહેલી લહેર દરમિયાન વાણિજ્યિક ધિરાણની પૂછપરછમાં શરૂઆતમાં 76 ટકાનો ઘટાડો થયા પછી ઇસીએલજીએસ હસ્તક્ષેપ દ્વારા તેમાં ઝડપથી સુધારો થયો હતો

અને પછી અત્યાર સુધી કોવિડ-19 પૂર્વેના સ્તર સુધી જળવાઈ રહી છે. માર્ચ, 2021માં વાણિજ્યિક ધિરાણની પૂછપરછ કોવિડ-19 પૂર્વેના સ્તરથી 32 ટકા વધારે હતી. એને બીજી લહેરમાં અસર થઈ હતી, પણ જૂન, 2021માં ફરી કોવિડ-19 પૂર્વેના સ્તર સુધીનો તીવ્ર સુધારો જોવા મળ્યો હતો.

એમએસએમઇ પલ્સના તારણો પર ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઇઓ શ્રી રાજેશ કુમારે કહ્યું હતું કે, “બજારો તબક્કાવાર રીતે ફરી ખુલતાં એમએસએમઇ ધિરાણમાં ઊંચા વધારા સાથે ભારતની વિકાસગાથામાં વિશ્વાસ ફરી વધ્યો છે. ઇસીએલજીએસનો રૂ. 4.5 લાખ કરોડ સુધીનો ટેકો, લોનનું પુનર્ગઠન જેવા નિયમનકારક સુધારા

તથા ડેટા એનાલીટિક્સનો ઉપયોગ કરીને બેંકો અને ધિરાણ સંસ્થાઓ દ્વારા આ પહેલોનો ઝડપથી અમલ જેવી સરકારની વૃદ્ધિલક્ષી પહેલોએ એમએસએમઇને મજબૂત કરી છે. આ પ્રગતિશીલ નીતિ અને ટેકા સાથે ભારતનું એમએસએમઇ ક્ષેત્ર સુધારાના માર્ગે અગ્રેસર થશે, જે આપણા અર્થતંત્રની વૃદ્ધિ અને ભવિષ્યની ક્ષમતા માટે સારું છે.”

નવી લોન મેળવનાર એમએસએમઈ ઋણધારકોની પ્રોફાઇલ 2021માં બદલાઈ ગઈ

એમએસએમઈ ધિરાણમાં થયેલા ચાવીરૂપ પરિવર્તનને સમજવા એમએસએમઈ પલ્સ એડિશનની આ એડિશન કોવિડની પહેલ લહેર અગાઉ ફંડ મેળવનાર કંપનીઓની સરખામણી કોવિડની પહેલ લહેર પછી ફંડ મેળવનારી કંપનીઓની ઋણ લેવાની પ્રોફાઇલના વિશ્લેષણ1ને આવરી લે છે.

સિબિલ રેન્ક (સીએમઆર) એમએસએમઈને એની ક્રેડિટ હિસ્ટ્રી ડેટાને આધારે 1થી 10 સ્કેલ પર રેન્ક આપે છે, જેમાં સીએમઆર 1 શ્રેષ્ઠ રેન્ક અને સીએમઆર 10 સૌથી વધુ જોખમ ધરાવતી એમએસએમઇને આપવામાં આવે છે. કોવિડની પહેલી લહેર પછી ઊંચું જોખમ ધરાવતી એમએસએમઇ કંપનીઓ (સીએમઆર 8થી 10)ને નવું ધિરાણ ઘટ્યું છે.

આ ઘટાડો સીએમઆર 6થી 7 ધરાવતી એમએસએમઇના ઓરિજિનેશન્સ વધારીને સરભર કરવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે, ધિરાણકારોએ ઓછું જોખમ લીધું છે અને વર્તમાન અનિશ્ચિત વાતાવરણમાં સીએમઆર 1-5 ધરાવતી સારી એમએસએમઈ શોધવામાં મુશ્કેલી પડે છે.

આ વલણ પેમેન્ટમાં ચૂકના ટ્રાન્સયુનિયન સિબિલના ક્રેડિટવિઝન® (CV) અલ્ગોરિધમનો પડઘો પાડે છે, જે દર્શાવે છે કે, સંપૂર્ણપણે સારો અને સ્પષ્ટ ટ્રેક રેકોર્ડ ધરાવતી એમએસએમઇ શોધવી મુશ્કેલ છે. આ વિશ્લેષણમાં એમએસએમઇની બાકી નીકળતી ચુકવણી સામે પેમેન્ટ કરવાનાં વલણનો અભ્યાસ થયો છે. એના મુખ્ય તારણો નીચે મુજબ છેઃ

§  જાન્યુઆરીથી માર્ચ, 2021ના ગાળામાં લોન મેળવનારી એમએસએમઇમાંથી 29 ટકાએ છેલ્લાં ત્રણ મહિનામાં એકથી વધારે ચુકવણી કરી નહોતી

§  જાન્યુઆરીથી માર્ચ, 2020ના ગાળામાં લોન મેળવનારી એમએસએમઇમાંથી 21 ટકાએ અગાઉના 3 મહિનામાં એકથી વધારે ચુકવણી કરી નહોતી

આ વિશ્લેષણ સંકેત આપે છે કે, ધિરાણ સંસ્થાઓ પેમેન્ટમાં ચૂક કરનાર એમએસએમઇને ધિરાણ કરવા તૈયાર છે, પણ અતિ નબળો સીએમઆર (સીએમઆર-8થી સીએમઆર-10) ધરાવતી એમએસએમઇને ધિરાણ કરવા તૈયાર નથી.

સિડબીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સિવસુબ્રમનિયન રામન્ને કહ્યું હતું કે, “એમએસએમઇના ધિરાણ આંકડા ઇસીએલજીએસ યોજનાની સફળતા બયાન કરે છે. આ યોજનાએ ક્ષેત્રને વાર્ષિક ધોરણે 40 ટકા વધુ ધિરાણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેથી એમએસએમઇ વચ્ચે વ્યવસાયિક સેન્ટિમેન્ટ સુધર્યું છે. આ સુધારાનો સંકેત આપતું મુખ્ય પરિબળ છે – ન્યૂ-ટૂ-બેંક (એનબીટી) ધિરાણ, જે કોવિડ પૂર્વેના સ્તર પર પરત ફર્યું છે, ત્યારે એક્ઝિસ્ટિંગ-ટૂ-બેંક (ઇટીબી)ને ઊંચું ધિરાણ જળવાઈ રહ્યું છે. સરકારે તાજેતરમાં રાહતદાયક  પગલાંની જાહેરાત કરી છે, ખાસ કરીને હેલ્થકેર, પ્રવાસ અને ટૂરિઝમ ક્ષેત્ર માટે. એનાથી એમએસએમઈ ક્ષેત્રમાં ધિરાણની માગ વધશે એવી અપેક્ષા છે. જ્યારે આગળ જતાં ધિરાણકારોએ ધિરાણના પોર્ટફોલિયોની સ્થિતિ પર સતત નજર રાખવી પડશે, ત્યારે એમએસએમઇને સતત વધારે ધિરાણ આપવું પડશે.”

સ્થિરતા જાળવવા સીએમઆર પર આધારિત પોર્ટફોલિયો પર નિયમિતપણે નજર રાખવી જરૂરી

છેલ્લાં થોડા ત્રિમાસિક ગાળાઓમાં ધિરાણ સંતુલનમાં વધારો થયો છે – ખાસ કરીને મધ્યમ જોખમ અને ઊંચું જોખમ ધરાવતા સેગમેન્ટમાં, જે પોર્ટફોલિયો પર વધારે નજર રાખવાનો સંકેત આપે છે. કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ લોન જેવી બદલાતી ધિરાણ સુવધાઓ માટે ક્રેડિટ બેલેન્સમાં વપરાશના વલણ જેવા ક્રેડિટવિઝન ® (CV) અલ્ગોરિધમ્સનું વિશ્લેષણ 12 મહિનાના ગાળામાં થાય છે. આ અલ્ગોરિધમ્સ ક્રેડિટ બ્યૂરોના ડેટાનું વધારે વિશ્લેષણ કરે છે અને જ્યારે સીએમઆર સાથે ઉપયોગ થાય છે, ત્યારે જોખમના વધારે સ્પષ્ટ ફરકને પ્રદાન કરે છે.

સિબિલ એમએસએમઇ રેન્ક્સ (સીએમઆર)ની અંદર ધિરાણના વપરાશનું વિભાજન સ્પષ્ટ આપે છે કે, જ્યારે સીએમઆર 4થી 5 રેન્ક ધરાવતા ઋણધારકના સેગમેન્ટમાં સૌથી વધુ વપરાશનું સેગમેન્ટ (>78% સરેરાશ વપરાશ) 13 ટકાનો નબળો દર ધરાવે છે, ત્યારે સીએમઆર 4થી 5 રેન્ક ધરાવતા આ જ સેગમેન્ટમાં 50 ટકાથી ઓછું વપરાશનું સ્તર ધરાવતા સેગમેન્ટ 7 ટકાનો નબળો દર ધરાવે છે. એટલે વપરાશના વલણના અલ્ગોરિધમનો ઉપયોગ કરીને સારું રેન્કિંગ ધરાવતી એમએસએમઇની અંદર નાણાકીય તણાવ ધરાવતી કંપનીઓને ઓળખવી સંભવ છે, તેમજ મધ્યમ જોખમ ધરાવતા ઋણધારકો વચ્ચે સારાં ઋણધારકોને ઓળખવા શક્ય છે.

રાજેશએ તેમની વાત પૂર્ણ કરતાં કહ્યું હતું કે, “ઇસીએલજીએસ હસ્તક્ષેપ થકી એમએસએમઇ સેગમેન્ટને વ્યવસાયિક વૃદ્ધિ અને આર્થિક રીતે બેઠા થવા સારો ટેકો મળ્યો છે. બેંકો અને ધિરાણ સંસ્થાઓએ ધિરાણની વૃદ્ધિ જાળવવા ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તથા સીએમઆર અને ક્રેડિટવિઝન® દ્વારા તેમના પોર્ટફોલિયો પર નજર રાખવાથી સાતત્યપૂર્ણ વૃદ્ધિ માટે જરૂરી સમયસર હસ્તક્ષેપ લઈ શકાશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.