Western Times News

Gujarati News

ચીસાચીસ સાંભળી ઘણાં જાગી ગયા પણ બધા ન બચી શક્યા

બારાબંકી: ઉત્તરપ્રદેશના બારાબંકીમાં મોડી રાત્રે થયેલા ભીષણ રોડ અકસ્માતમાં ૧૮ મજૂરોનાં મોત થયા છે અને ૧૯ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બારાબંકીના રામસનેહી ઘાટ કોતવાલી વિસ્તારમાં બની છે. દુર્ઘટના સમયે બસ બગડી ગઈ હોવાને કારણે હાઈવે પર ઉભી હતી અને બસમાં સવાર મજૂરો રોડ પર સુઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પૂરઝડપે આવેલી ટ્રકે ટક્કર મારી અને તમામ મજૂરોને કચડી કાઢ્યા. બસ હરિયાણાથી લખનઉ બારાબંકી થઈને બિહારના સહરસા જઈ રહી હતી. આ ઘટનાને નજરે જાેનાર એક વ્યક્તિએ તે ભયાવહ સમયને યાદ કર્યો અને પોતાના સાથીઓને ગુમાવવાનું દુખ વ્યક્ત કર્યું.

ઘટનાના સાક્ષી અને ઈજાગ્રસ્ત એક મજૂરે જણાવ્યું કે, હું બિહારથી છું. અમે હરિયાણાથી ઉત્તરપ્રદેશ પહોંચ્યા અને લખનઉ પહોંચ્યા પછી બારાબંકી હાઈવે પર ગયા અને પછી એકાએક બસ ખરાબ થઈ ગઈ. મિકેનિકને બોલાવ્યો પરંતુ તેને આવવામાં બે કલાકનો સમય લાગવાનો હતો. તમામ લોકો બસમાંથી ઉતર્યા અને ત્યાં જ સુઈ ગયા. એકાએક પાછળથી ટ્રક આવી અને તેણે ટક્કર મારી. તમામ મજૂરો કચડાઈ ગયા. આ ઘટના લગભગ પોણા બાર વાગ્યે બની હતી.

ઘટનાને નજરે જાેનાર અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, બસમાં ૪૦ લોકો સવાર હતા. અમુક લોકો બસમાં હતા, અમુક બસની બહાર. દુર્ઘટના ઘટી ત્યારે અમે સુઈ રહ્યા હતા. જ્યારે બસે ટક્કર મારી તો પાછળના લોકોએ ચીસો પાડી, જેનાથી તમામ લોકો એકદમથી જાગ્યા પરંતુ પોતાને બચાવી ના શક્યા. અને ટ્રક તેમને કચડીને જતી રહી. પ્રશાસન તરફથી અમને મદદ મળી અને અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બસમાં મોટાભાગના લોકો પંજાબ અને હરિયાણામાં કામ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા.

બસ ખરાબ થઈ ગઈ હોવાને કારણે લોકો બસમાંથી ઉતરીને નજીકમાં જ સુઈ ગયા હતા. લખનઉ ઝોનના એડીજી એસ.એન. સાબાતે જણાવ્યું કે, હજી પણ અનેક લોકો બસની નીચે ફસાયેલા છે. બસ રામસનેહી હાઈવે પર ખરાબ થઈ ગઈ હતી. આ બસમાં બિહારના મજૂર સવાર હતા. ડ્રાઈવરે મજૂરોને જણાવ્યું કે બસ રિપેર થવામાં સમય લાગશે. તમામને ઉંઘ આવી રહી હતી માટે તેઓ બસ પાસે રોડના કિનારે આડા પડ્યા અને આરામ કરવા લાગ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.