Western Times News

Gujarati News

ખેડૂતોના માથે રૂ. ૧૭ લાખ કરોડનું દેવું, હાલ લોન માફી નહીં કેન્દ્ર સરકાર

Files Photo

નવીદિલ્હી: ખેડૂતો માટે કેન્દ્ર સરકાર નવી નવી યોજનાઓ લોંચ કરી રહી છે અને તેમની આવક બમણી કરી નાખીશું તેવા દાવા કરી રહી છે. જાેકે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે, ખેડૂતોની આવક તો બમણી થવાનું દુર રહ્યું તેમના પરનું જે દેવુ છે તેની રકમ હવે બમણી થવા લાગી છે. નાબાર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશભરમાં ખેડૂતો પર હાલ રૃપિયા ૧૬.૮ લાખ કરોડ રૃપિયાનું દેવુ છે. જ્યારે બીજી તરફ સરકાર કહે છે કે અમે ખેડૂતોના દાવા માફી માટે હાલ કોઇ જ યોજના નથી લાવવાના.

આ જાણકારી ખુદ કેન્દ્ર સરકારે સંસદમાં આપી છે જેમાં ક્યા રાજ્યમાં કેટલા રૃપિયાનું ખેડૂતો પર દેવુ છે તે પણ જણાવવામાં આવ્યું છે. સંસદમાં જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું સરકાર ખેડૂતોના દાવા માફ કરવાની કોઇ યોજના ઘડી રહી છે તેના જવાબમાં રાજ્યકક્ષાના નાણા મંત્રી ભાગવત કિશનરાવ કરાડેએ જણાવ્યું હતું કે ખેડૂતોના દેવા માફ કરવાની સરકારની કોઇ જ યોજના હાલ નથી. સાથે જ સરકારે સંસદમાં ખેડૂતો સાથે સંકળાયેલા ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધીના ડેટા જાહેર કર્યા છે.
દેશભરના ખેડૂતો પર દેવાના જે આંકડા આપવામાં આવ્યા છે તે મુજબ સૌથી વધુ દેવુ તામિલનાડુના ખેડૂતો પર છે.

તામિલનાડુના ખેડૂતો પર રૃપિયા ૧.૮૯ લાખ કરોડ રૃપિયાનું દેવુ છે. જ્યારે ૧.૬૯ લાખ કરોડ સાથે આંધ્ર પ્રદેશ બીજા, ૧.૫૫ લાખ કરોડ સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે છે. તેવી જ રીતે ૧.૫૩ લાખ કરોડ સાથે મહારાષ્ટ્ર ચોથા અને ૧.૪૩ લાખ કરોડ સાથે કર્ણાટક પાંચમા ક્રમે છે. જ્યારે આંકડા જાહેર કરાયા તે મુજબ દેશમાં એવા પણ રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જ્યાંના ખેડૂતો પર બહુ જ ઓછુ દેવું છે. આ રાજ્યોમાં દમન અને દીવ, લક્ષદ્વીપ, સિક્કીમ, લદ્દાખ, મિઝોરમનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે તો ખેડૂતોનું દેવુ માફ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે પણ રાજ્યો આ અંગે પોત પોતાની રીતે ર્નિણયો લઇ રહ્યા છે.

હાલમાં જ પંજાબ સરકારે ૅજમીન વિહોણા અને મજૂરી કરતા ખેડૂતોનું ૫૯૦ કરોડ રૃપિયાનું દેવુ માફ કરવાની જાહેરાત કરી છે. પંજાબમાં અત્યાર સુધીમાં ૫.૬૪ લાખ ખેડૂતોનું ૪૬૨૪ કરોડ રૃપિયાનું દેવુ માફ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર અનેક વખત દાવા કરી ચુકી છે કે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થઇ જશે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવશે.

પાંચ રાજ્યોના ખેડૂતો પર સૌથી વધુ દેવું છે તેમાં ૧ તામિલનાડુ ૧,૮૯,૬૨૩.૫૬ કરોડ ૧,૬૪,૪૫,૮૬૪,૨ આંધ્ર પ્રદેશ ૧,૬૯,૩૨૨.૯૬ કરોડ ૧,૨૦,૦૮,૩૫૧,૩ ઉત્તર પ્રદેશ ૧,૫૫,૭૪૩.૮૭ કરોડ ૧,૪૩,૫૩,૪૭૫,૪ મહારાષ્ટ્ર ૧,૫૩,૬૫૮.૩૨ કરોડ ૧,૦૪,૯૩,૨૫૨,૫ કર્ણાટક ૧,૪૩,૩૬૫.૬૩ કરોડ ૧,૦૮,૯૯,૧૬૫ સામેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.