Western Times News

Gujarati News

ડિવોર્સી મહિલાને ગર્ભવતી બનાવનાર શખ્સની ધરપકડ

રાજકોટ: આજકાલ લગ્નેત્તર સંબંધો અને પ્રેમના નામે શારીરિક સંબંધો બાંધીને છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એકલી રહેતી ૨૭ વર્ષની ડિવોર્સી યુવતીને કોરોનાકાળમાં એક વૃદ્ધાની સેવા ચાકરી કરવાની નોકરી મળી હતી. દરમિયાન સાથે નોકરી કરતાં મૂળ સાવરકુંડલાના સંજય ઉર્ફે બિપીન નાનજીભાઇ ધમલ સાથે ઓળખાણ થયા બાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો. સંજયે પોતાની પાસે પૈસા ભેગા થશે એટલે લગ્ન કરી લેશે તેવી લાલચ આપી શરીરસંબંધ બાંધી લીધો હતો. હવે ત્યક્તા સગર્ભા થઇ જતાં તેને તરછોડીને સંજય ભાગી જતાં યુનિવર્સિટી પોલીસે છેતરપિંડી અને બળાત્કારનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદમાં ભોગ બનનાર મહિલાએ જણાવ્યા મુજબ તેના લગ્ન ચાર વર્ષ પહેલા ૨૦૧૭માં થયા હતાં. પરંતુ બે વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા હતા. પોતાને સંતાન નથી. હાલમાં પોતે એકલી રહે છે. દસેક મહિના પહેલા કોરોનાકાળ વખતે પોતે સાધુ વાસવાણી રોડ પરના એક બંગલામાં એક વૃદ્ધાની સારસંભાળ રાખવાની નોકરીમાં જાેડાઇ હતી. અહીં સંજય ઉર્ફે બિપીન પણ માજીનું ધ્યાન રાખવાની નોકરી કરતો હોય અમારી બંને વચ્ચે વાતચીતના સંબંધ બંધાયા હતા. બાદમાં અમારી વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.

તે વખતે સંજય રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે રહેતો હતો. ત્યાં ભાડુ વધારે હોય તેને ભોગ બનનાર મહિલાએ પોતાના ઘર પાસે એક ઓરડી ખાલી હોય ત્યાં રહેવા કહેતાં તે ત્યાં રહેવા માંડ્યો હતો. બાદમાં તેણે ત્યક્તાને પોતે તેની સાથે લગ્ન કરવા માગે છે તેવી વાતો કરી હતી. પ્રેમસંબંધ ગાઢ થઇ જતાં બંનેએ પતિ-પત્ની જેવા સંબંધ બાંધી લીધા હતાં. ત્યારબાદ તેણીએ લગ્નનું કહેતાં પૈસા ભેગા થાય પછી લગ્ન કરી લઇશ તેમ કહેતો હતો. એ પછી ત્યક્તા સગર્ભા થઇ જતાં ફરીથી લગ્નનું કહેતાં સંજયે હવે બાળક થઇ જાય પછી લગ્ન કરી લેશે તેવી વાતો કરી હતી.

દરમિયાન ગત મે મહિનામાં તે બે દિવસ માટે વતન સાવરકુંડલા જાય છે તેમ કહીને નીકળી ગયા પછી ફોન પણ ઉપાડતો નહોતો. તેમજ પરત પણ આવ્યો નહોતો. એક વખત તો ફોનમાં હવે તારી સાથે લગ્ન નથી કરવા અને મારે બાળક પણ નથી જાેઇતું તેમ કહી દીધું હતું. આથી કંટાળીને ત્યક્તાએ પોતાની માતા સાથે વાત કર્યા બાદ પોલીસ ફરિયાદ કરી હતી. હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.