Western Times News

Gujarati News

કિસાનોની ભાજપથી નારાજ વર્ગોને પોતાની શક્તિ બનાવાની યોજના

લખનૌ: કિસાન નેતા ભાજપથી નારાજ બ્રાહ્મણો,રાજભર નિષાદ અને પટેલ સમુદાયના લોકોને પોતાની સાથે લાવી પૂર્વાચલમાં કિસાન આંદોલનને મજબુત કરવાની રણનીતિ બનાવી રહ્યાં છે તેના માટે પૂર્વાચલના વિવિધ જીલ્લામાં કિસાનોના વિશેષ સમૂહોની સાથે બેઠકો શરૂ થઇ હઇ છે. પાંચ સપ્ટેમ્બરથી લખનૌ જનારા ઓછામાં ઓછા ત્રણ મુખ્ય માર્ગો પર કિસાનોના ધરણા પ્રદર્શન શરૂ થશે આ ઘરણા દ્વારા પૂર્વાચલમાં કિસાન આંદોલનને સરકારની વિરૂધ્ધ એક કરવાનો પ્રયાસ કરવામાં આવશે જાે કિસાનોની રણનીતિ સફળ રહી તો તેનાથી ચુંટણી રાજય ઉત્તરપ્રદેશમાં ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે.

સંયુકત કિસાન મોરચાના એક નેતાના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશ સરકારની નીતિઓને કારણે પ્રદેશના અનેક વર્ગ તેનાથી ખુબ નારાજ છે તેમાં બ્રાહ્મણ, નિષાદ, રાજભર અને પટેલ સમુદાય સામેલ છે તે આ જાતિઓના પ્રભાવશાળી નેતાઓને મળી તેમને પોતાની સાથે લાવવા માટે વાત કરી રહ્યાં છે.નેતા અનુસાર અત્યાર સુધીની વાતચીતની અસર એ રહી છે કે અનેક જાતિઓના નેતા તેમની સાથે આવવા તૈયાર થઇ ચુકયા છે પાંચ સપ્ટેમ્બરથી લખનૌમાં શરૂ થનાર આંદોલનમાં આ તમામ જાેવા મળશે

ભારતીય કિસાન યુનિયનના નેતા ડો આશીષ મિત્તલે કહ્યું કે તે સરકારથી નારાજ તમામ વર્ગને પોતાની સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે જાે સરકાર કૃષિ કાનુનોને પાછા ન લેવાની પોતાની જીદ પર મકકમ રહેશે તો તેને તેનું ભારે નુકસાન સહન કરવું પડશે તેઓ તમામ કિસાનોને ભાજપની વિરૂધ્ધ મતદાન કરવાની અપીલ કરશે

કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તરપ્રદેશના ૧૫ ટકા વોટ બેંક રાખનાર બ્રાહ્મણ સમુદાય યોગી આદિત્યનાથની સરકારમાં પોતાની ઉપેક્ષાથી નારાજ છેનિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદ પોતાના સમાજને કેન્દ્ર રાજયની સત્તામાં યોગ્ય પ્રતિનિધિત્વ ન આપવાની વાત કહી પોતાની નારાજગી વ્યકત કરી ચુકયા છે.તો ઓમ પ્રકાશ રાજભરે પહેલા જ રાજભર સમુદાયને ભાજપની વિરૂધ્ધ એક કરી રાખ્યા છે.

જયારે પ્રતાપગઢમાં પટેલ નેતા સોનેલાલ પટેલના નામ પર એક મેડિકલ કોલેજનું નામ કરવા પર વિવાદ થયો છે. અપના દળ એસના ભાજપની સાથે હોવા છતાં પણ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે પડદાની પાછળ આ વોટ બેંક પણ ભાજપની વિરૂધ્ધ જઇ શકે છે. જાે આ તમામ વર્ગ સરકારની વિરૂધ્ધ એક થશે તો યોગી આદિત્યનાથ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે.

ભાજપ યુવા મોરચા અવધ પ્રાંતના ઉપાધ્યક્ષ શૈલેન્દ્ર શર્માએ કહ્યું કે કિસાનોના નામ પર વિરોધ પક્ષ પોતાની રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહી છે હકીકત તો એ છે કે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકારે કિસાનો માટે અનેક જમીની યોજનાઓ લાગુ કરી છે જેના કારણે કિસાનોને લાભ થયો છે આમ છતાં પણ જાે કિસાનોને કૃષિ કાનુનના કોઇ પાસાથી વાંધો છે તો તેને સ્પષ્ટ કરવામાં આવે કેન્દ્ર સરકાર ખુલ્લા મને તામ પાસાઓ પર વિચાર કરવા તૈયાર છે.

તેમણે કહ્યું કે ભાજપ બ્રાહ્મણ પટેલ નિષાદ રાજભર હોય કે અન્ય કોઇ વર્ગ બધાને સરકાર સંગઠનમાં યોગ્ય ભાગદારી આપી બધાને સાથે રાખીને ચાલી રહી છે.પાર્ટી તમામ વર્ગોનું સમ્માન કરે છે આજ કારણ છે કે દરેક વર્ગર્ પાર્ટીની સાથે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.