Western Times News

Gujarati News

કડીના વેપારી પાસેથી રૂ. ૧.૪૮ કરોડની છેતરપિંડી કરનારને ૨ વર્ષની કેદની સજા

કડી: કડીના એક વેપારીને અમદાવાદના વેપારીએ ગ્રીન એનર્જી જેવા મેગ્નેટિક જનરેટરમાંથી વિધુત ઉત્પાદનના પ્રોજેક્ટમાં રોકાણ કરવાની લાલચ આપી કોપર વાયરના સ્ક્રેપમાંથી કોપટ કાઢી તેના બિસ્કીટ તેમજ રોલ બનાવવાના ધધા અર્થે અમદાવાદના વેપારીએ કડીના વેપારી પાસેથી રૂ. ૧.૪૮ કરોડ સેરવી લીધા બાદ હાથ અધ્ધર કરી લીધા હતા. જેમાં ભોગ બનનાર વેપારીએ સમગ્ર મામલે કડી કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરવી હતી. જેમાં કોર્ટે આરોપીને બે વર્ષની કેદની સજા અને રૂ. ૧૦ હજાર દંડનો ફટકાર્યો છે.

કડીમાં રહેતા ચેતન કુમાર મદન લાલ મહેશ્વરી કડીમાં શિવમ સપલાયરના પ્રોપરાઈટરના નામથી ટાઇલ્સ વેચવાનો ધંધો કરે છે. જેમનો અમદાવાદના વેપારી અબ્દુલ અઝીમ શેખે સંપર્ક કરી નવા ધંધા અર્થે લાલચ આપી હતી. જેમાં અમદાવાદના વેપારીએ કડીના વહેપારીને ગ્રીન એનર્જી જેવા મેગ્નેટિક જનરેટમાંથી વિધુત ઉત્પાદનના પ્રોજેકટમાં રોકાણ કરવાની લાલચ આપી હતી.

કડીના વેપારીએ લાલચમાં આવી અમદાવાદના ડિજિટલ ઇન્ફો સોલ્યુશનના મલિક અબ્દુલ અઝીમ શેખને ટુકડે ટુકડે કુલ ૧ કરોડ ૪૮ લાખ રૂપિયા ૬ જૂન ૨૦૧૯માં આપ્યા હતા. લાલચ આપનાર અમદાવાદના વેપારીએ ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ સુધીમાં પૈસા પરત આપવાનું કહ્યું હતું અને અલગ અલગ બેન્કના કોરા ચેક આપીને કડીના વેપારીનો વિશ્વાસ જીતી પૈસા સેરવી લીધા હતા.

કડીના વેપારીએ પૈસા પાછા મેળવવા આરોપીએ આપેલા ચેક બેન્કમાં બતાવતા ચેક ખાતામાં પૈસા ન હોવાથી બેંકે ચેક પરત આપ્યા હતા. બાદમાં ભોગ બનનાર અનેક વાર અમદાવાદના વેપારી પાસે પૈસા મામલે ઉઘરાણી કરતો, પરંતુ અમદાવાદનો વેપારી અબ્દુલ જે પૈસા ના હોવાનું કહી હાથ અધ્ધર કરી દેતો હતો. જેથી કડીના વેપારીએ અમદાવાદના ડિજિટલ ઇન્ફો સોલ્યુશનના મલિક અબ્દુલ શેખ વિરુદ્ધ કડી કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એકટ હેઠળ ફરિયાદ દાખળ કરી કરાવી હતી. જેમાં કડી કોર્ટે આરોપી અબ્દુલ શેખને બે વર્ષની સાદી કેદ અને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.