Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૨૩૦ લોકો કોરોનાથી સંક્રમિત થયા

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૪,૨૩૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૫૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૫,૭૨,૩૪૪ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૫,૬૦,૩૩,૭૫૪ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૭ લાખ ૪૩ હજાર ૯૭૨ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૨,૩૬૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

હાલમાં ૪,૦૫,૧૫૫ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૩,૨૧૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૯ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૬,૪૬,૫૦,૭૨૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૮,૧૬,૨૭૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૭ કેસ નોંધાયા છે. જેની સામે ૩૩ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૬ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૫ ટકા છે. અત્યાર સુધીમાં ૩,૨૬,૧૪,૪૬૧ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. ગુરૂવારે કુલ ૪,૩૯,૦૪૫ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. બીજી તરફ અમદાવાદમાં ૮, સુરતમાં ૫, વડોદરામાં ૬, ભાવનગરમાં ૪, દાહોદ, જૂનાગઢમાં ૩-૩, વલસાડ, જામનગરમાં ૨-૨, નવસારી, અમરેલી, ખેડામાં ૧-૧ સહિત કુલ ૩૩ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. ગુજરાતમાં અત્યારે કુલ ૨૬૮ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૫ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૨૬૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૧૪૪૮૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.