Western Times News

Gujarati News

કેરલના લોકો કોવિડના દિશાનિર્દેશોનું પાલન કરે : રાહુલ

નવીદિલ્હી: કેરલમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજયના લોકોને તમામ સુરક્ષા ઉપાયો અને દિશા નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી કેરલમાં સતત કોરોન વાયરસના મામલા વધી રહ્યાં છે.કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ ૧૯ પ્રબંધનમાં રાજયના ચાલી રહેલ પ્રયાસોમાં સહાયતા માટે છ સભ્યોની ટીમ પણ કેરલ મોકલી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે કેરલમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસો ચિંતાજનક છે. કેરલના વાયનાડથી સાંસદ રાહુલે ટ્‌વીટ કરતા કહ્યું કે હું રાજયમાં મારા ભાઇઓ અને બહેનોને તમામ સુરક્ષા ઉપાયો અને દિશાનિર્દશોનું પાલન કરવાની અપીલ કરૂ છું મહેરબાની કરીને ધ્યાન રાખો

એ યાદ રહે કે રાજયમાં વધતા મામલાને જાેતા રાજય અને કેન્દ્ર બંન્ને સક્રિય થઇ ગયા છે.રાજય સરકારે વીકેંડ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે ત્યાં કેન્દ્ર તરફથી છ સભ્યોની ટીમ કેરલ મોકલી છે જયારે ભાજપ કેરલના પ્રવકતાએ કેરલમાં વધતા કેસો અંગે ચિંતા વ્યકત કરી છે. અને તેના માટે રાજય સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે બકરી ઇદ પ્રસંગ પર પ્રતિબંધોમાં છુટ આપવાને કારણે રાજયમાં સંક્રમણના મામલા વધી ગયા છે. ભાજપ નેતાએ એ પણ કહ્યું કે રાજયમાં દરેક દિવસે આવનારા ૨૨ હજારથી વધુ નવા મામલા દેશમાં આવી રહેલા મામલાના અડધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.