Western Times News

Gujarati News

અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં જિલ્લાકક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન

૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાશે-રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધા તારીખ ૨૪/૦૯/ ૨૦૨૧ના યોજાશે

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ હેઠળની લલિત કલા અકાદમી ની કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ૨૩/૦૮/૨૦૨૧ થી ૧૩/૦૯/૨૦૨૧  દરમિયાન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ૮ થી 13 વર્ષના બાળકો (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ને  ગણવાની રહેશે) ભાગ લઇ શકશે, તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ યાદી અનુસાર ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના ડ્રોઈંગ પેપર “રક્ષાબંધન” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરવાની રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકે પોતાનું નામ, ઘરનું સરનામું, ઈ મેઈલ આઈડી, મોબાઇલ નંબર તેમજ શાળાના નામ ની વિગતો લખવાની રહેશે અને ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડ ની ઝેરોક્ષ અથવા જન્મનું પ્રમાણપત્ર ની નકલ આપવાની રહેશે.

ભાગ લેવા ઇચ્છુક તમામ સ્પર્ધકોએ પોતાની કૃતિ ની એન્ટ્રી રજીસ્ટર  એ.ડી.  તેમજ કુરિયર દ્વારા તા.૧૩/૦૯/૨૦૨૧  બપોરે ૧૨:૦૦ કલાક સુધી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ૭મો માળ રવિશંકર રાવળ કલા ભવન એલિસ બ્રિજ જીમખાનાની બાજુમાં, લો ગાર્ડન અમદાવાદ ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને આપવાની રહેશે.

રાજ્યકક્ષાની સ્પર્ધામાં ૧૦ વીજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. 25000, દ્વિતીય વિજેતાને રૂ. 15000 અને તૃતીય વિજેતા ને રૂપિયા 10,000 ના ઇનામો અપાશે, બાકીના અન્ય સાત વિજેતાઓને રૂપિયા 5,000 (પ્રત્યેકને) આશ્વાસન ઇનામ આપવામાં આવશે.

આ સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ- https://districtsportsahmedabad.wordpress.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે.

ઉલ્લેખનીય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ૧-૧૦-૨૦૨૧ના રોજ ગુજરાતના યુવાધનને યોગ અને શારિરીક સશક્ત બનાવવાના હેતુથી મોબાઈલ ટુ સ્પોર્ટ્સ અભિયાનની નવતર પહેલ કરાઈ હતી. જેનો હેતુ યુવાનો કોરોના મહામારીમાં ફેસબૂક, વોટ્સઅપ ,અને વીડિયોગેમ્સમાં કિંમતી ન  બગાડે અને સર્જનાત્મક પ્રવૃત્તિ ઓ તરફ વળે તે હતો, તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.