Western Times News

Gujarati News

સ્મશાન ઘાટમાં નવ વર્ષની બાળકી પર ગેંગરેપ કરી હત્યા

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર એવી ઘટના બની છે જેના કારણે લોકો ખુબ રોષે ભરાયા છે. દિલ્હીના છાવણી પાસે જૂના નાંગલમાં એક સ્મશાનમાં નવ વર્ષની બાળકીની હત્યા અને પરિવારની મંજૂરી વિના મૃતદેહને સળગાવવાની ઘટના સામે આવી છે. દિલ્હી પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. પહેલા પોલીસે સામાન્ય ગુના નોંધ્યા હતા, પરંતુ પછીથી ગેંગરેપ, હત્યા અને પોક્સો એક્ટ જેવી કલમો ઉમેરી હતી.

આરોપ છે કે સ્મશનાન ઘાટમાં બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને પછી જેને જીવતી સળગાવવામાં આવી. આરોપ સ્મશાન ઘાટના પંડિત અને ત્રણ અન્ય લોકો પર છે. આ કેસની પ્રાથમિક તપાસમાં પોલીસે લાપરવાહીને કારણે મૃત્યુ, પુરાવાના નષ્ટ કરવા અને પરિવારને જાણ કર્યા વિના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો વગેરે જેવા ગુના દાખલ કર્યા હતા. સોમવારે સાંજે આ કેસ બાબતે એસસી-એસટી કમિશન સાથે થયેલી મીટિંગ પછી પોલીસે ગેંગરેપ, હત્યા, પોક્સો, એસસી-એસટી એક્ટ અને હત્યાની ધમકી સહિતના અનેક ગુના નોંધ્યા હતા. પોલીસે આ કેસમાં પૂજારી રાધે શ્યામ(૫૫), કુલદીપ કુમાર(૬૩), લક્ષ્મી નારાયણ(૪૮) અને મોહમ્મદ સલીમ(૪૯)ની ધરપકડ કરીને જેલ મોકલ્યા છે.

બાળકીના પિતાનું કહેવું છે કે, રવિવારે સાંજે લગભગ ૫.૩૦ વાગ્યે તેમની દીકરી સ્મશાન ઘાટમાં પાણી લેવા ગઈ હતી, ત્યારપછી પાછી નહોતી આવી. પંડિતે અમુક લોકોને મોકલીને મારી પત્નીને બોલાવી અને કહ્યું કે તમારી દીકરી હવે નથી રહી. જ્યારે પૂછવામાં આવ્યું કે દીકરીને શું થયું તો પૂજારીએ કહ્યું કે, વોટર કૂલરમાં કરંટ લાગવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે. પોલીસ અને ડોક્ટરને બોલાવવાની જરુર નથી,


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.