Western Times News

Gujarati News

ઓયોએ અમદાવાદમાં અપમાર્કેટ બિઝનેસ હોટેલ શરૂ કરવા માઉન્ટેનિયા સાથે પાર્ટનરશિપ કરી

નવી દિલ્હી, વિશ્વની ત્રીજી સૌથી મોટી અને સૌથી વધુ ઝડપથી વિકસતી હોટેલ્સ, હોમ્સ અને લિવિંગની ચેઇન ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સે આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ પાર્ટનર કંપની માઉન્ટેનિયા ડેવલપર્સ સાથે પાર્ટનરશિપ કરી છે, જેણે અમદાવાદમાં એલિસ બ્રિજ નજીક 64-સ્યૂટ બિલ્ડિંગ એક્વાયર કરી છે. આ બિલ્ડિંગને પ્રીમિયમ અપમાર્કેટ હોટેલમાં રિડિઝાઇન કરીને ઓયો બ્રાન્ડ હેઠળ ઓપરેટ કરવામાં આવશે.

શહેરમાં વાણિજ્યિક પ્રવૃત્તિઓનાં હાર્દમાં સ્થિત પ્રીમિયમ ઓફર મુખ્યત્વે બિઝનેસ ટ્રાવેલર્સને સેવા આપશે, જેઓ ઉચ્ચ-ગુણવત્તાયુક્ત હોસ્પિટાલિટીનો અનુભવ મેળવવા ઇચ્છે છે. સાથે સાથે આ હોટેલ લેઇઝર ટ્રાવેલર્સને પણ નિરાશ નહીં કરે. આ સાથે ઓયોએ ઇકોનોમીથી લઈને અપસ્કેલ સેગમેન્ટમાં એની ઓફરમાં વધારો કરવાની યોજન બનાવી છે, જેથી એની ઉદ્યોગમાં પ્રથમ કસ્ટમર સ્ટ્રેટેજીને બળ મળશે. આ નવી અપમાર્કેટ બ્રાન્ડ સાથે ઓયોનો ઉદ્દેશ ગ્રાહકોને નવું, યુવાન વાઇબ્રન્ટ વાતાવરણ પૂરું  પાડવાનો છે, જેથી તેઓ હળવા થઈ શકે અને એમની અંદર નવચેતનાનો સંચાર થાય. સાથે સાથે ઓયો ગુણવત્તા અને સુવિધાજનક રોકાણ પ્રદાન કરવાની એની હાર્દરૂપ ખાતરીઓ પણ પૂર્ણ કરશે.

ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સ માઉન્ટેનિયા ડેવલપર્સ જેવી પાર્ટનર કંપનીઓ સાથે કામ કરશે, જે એસેટ ખરીદવામાં મદદરૂપ થશે, ત્યારે ઓયો પ્રોપર્ટીને ઓનબોર્ડ લેવા, રિનોવેશન કરવા અને એને પુનઃડિઝાઇન કરીને એની દુનિયામાં અગ્રણી ટેક-અનેબલ્ડ ઇન્ટેરિઅર ડિઝાઇનિંગ ક્ષમતાઓ અને આવકનું વ્યવસ્થાપન (કિંમત અને વળતર) સેવાઓની કુશળતાનો ઉપયોગ કરશે.

બિઝનેસ અને લેઇઝરનો આદર્શ સમન્વય ઓફર કરીને અમદાવાદમાં ઓયોની પ્રથમ અપસ્કેલ બિલ્ડિંગ આનંદદાયક અનુભવ પૂરો પાડવા ડિઝાઇન કરેલી છે. આ બિલ્ડિંગ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનની આસપાસ સ્થિત છે તથા સુંદર વૂડન ફ્લોર્ડ રૂમો ધરાવે છે. સુવિધાઓમાં સામેલ છે – આધુનિક ફર્નિચર, એર કન્ડિશનિંગ, સેટેલાઇટ ટીવી, મિનિ બાર, ટેલીફોન, વોર્ડરોબ અને ફ્રી વાઇ-ફાઈ એક્સેસ. બિઝનેસ ટ્રાવેલર્સ માટે હોટેલ ઉત્તમ બ્રેકફાસ્ટ, પૂરક એરપોર્ટ પિકઅપ, મિનિ ફ્રીઝ અને ટી કોફી મેકર, વેલેટ પાર્કિંગ જેવી કોર્પોરેટ-ફ્રેન્ડલી સુવિધાઓ પ્રદાન કરે છે. સારી રીતે સજ્જ સ્યુટ ડિલક્સ, ક્લાસિક અને પ્રેસિડેન્શિયલ સ્યૂટ જેવી કેટેગરીઓ ધરાવે છે.

મહેમાનોની બેઠકો અને બેન્ક્વેટની જરૂરિયાતો પૂર્ણ કરવા સંકુલમાં પાંચ બેન્ક્વેટ હોલ અને બોર્ડરૂમ છે તથા એનું ઓપરેશન ઓયોની માલિકીની Weddingz.in બ્રાન્ડ હેઠળ થશે. બિલ્ડિંગ નજીકમાં વેલનેસ-ઓરિએન્ટેડ એસેટ્સમાંની એક છે અને વેલનેસ સેન્ટર પણ ધરાવશે, જેમાં સ્પા અને જીમ સુવિધાઓ સામેલ છે, જે મહેમાનોને નવરાશનાં સમયમાં આનંદ મેળવવામાં મદદ કરશે. રોકાણ દરમિયાન મેહમાનો પ્રસિદ્ધ સાબરમતી આશ્રમ, કાંકરિયા તળાવ અને જલધારા વોટર વર્લ્ડની મજા માણી શકે છે, જે 5 કિલોમીટરની ત્રિજયાની અંદર છે. આ બહારનાં અને શહેરનાં એમ બંને મહેમાનો માટે રેસ્ટોરાં અને કોફી શોપ પણ ધરાવશે, જે સંપૂર્ણપણે પરિવર્તન (મેનુમાંથી લૂક એન્ડ ફીલ) ડિઝાઇનમાંથી પસાર થશે.

ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સનાં ન્યૂ રિયલ એસ્ટેટ બિઝનેસનાં સીઇઓ રોહિત કપૂરે ઉમેર્યું હતું કે, અમે પાર્ટનર કંપની માઉન્ટેનિયા ડેવલપર્સ સાથે પાર્ટનરશિપની જાહેરાત કરીને ખુશ છીએ, જેણે અમદાવાદમાં એલિસ બ્રિજ નજીક 64-સ્યૂટની બિલ્ડિંગ એક્વાયર કરી છે, જેની કામગીરી ઓયો બ્રાન્ડ હેઠળ થશે. એને પ્રીમિયમ અપમાર્કેટ હોટેલમાં રીડિઝાઇન કરવામાં આવશે. અમે હોસ્પિટાલિટી, હાઉસિંગ રેન્ટલ અને મેનેજ વર્કસ્પેસ બિઝનેસમાં સક્રિય ભૂમિકા ભજવીએ છઈએ, જેનાં દ્વારા અમે ભારતની સાથે દુનિયાભરમાં બેસ્ટ લોકેશનોમાં સુંદર ડિઝાઇન, સુવિધાજનક અને ગુણવત્તાયુક્ત લિવિંગ સ્પેસ પૂરી પાડીએ છીએ. અમે દુનિયાભરમાંથી અમારાં મહેમાનોને વિશિષ્ટ અનુભવ આપવા આ પ્રકારની વધારે તકો શોધવાનું જાળવી રાખીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.