Western Times News

Gujarati News

વલસાડમાંથી એમ.ડી. ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદ, ગુજરાતમાં ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણના વિરોધ મોટું સૌથી ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે રાજ્યમાં પહેલીવાર ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડી ૪.૫ કિલો એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ૨ આરોપીઓની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લાના ડુંગરી ગામે કરવામાં આવેલી આ રેડ ૨૦ કલાક સુધી ચાલી હતી. નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમને રેડ દરમિયાન ૮૫ લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.

વલસાડ જિલ્લામાં રાજ્યમાં ચાલતા સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ૪.૫ કિલો એમ.ડી ડ્રગ્સની સાથે પ્રકાશ પટેલ અને સોનું રામ નિવાસ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓના જુદા જુદા ઠેકાણા પર રેડ દરમિયાન ૮૫ લાખ રૂપિયા રોકડ પણ મળી આવ્યું હતું. જે આ ડ્રગ્સના વેચાણથી થયેલી આવક હોવાનું નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોનું માનવું છે. ડ્રેગ્સના રેકેડ પર દરોડા માટે નાર્કોટિક્સની ટીમ ઘણા દિવસોથી આરોપીઓ પર નજર રાખી રહી હતી.

ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પકડાવવાનો રાજ્યનો પ્રથમ કિસ્સો રાજ્યમાં પહેલીવાર આ પ્રકારના ડ્રગ્સનું મેન્ચુફેક્ચરિંગ યુનિટ પકડાયું છે. સાથે જ આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં ડ્રગ્સ તથા રોકડ રકમ જર્ત કરાઈ છે. NCB ટીમ હવે આ મામલે વધુ તપાસ કરશે અને ગેરકાયદેસર સ્ડ્ઢ ડ્રગ્સના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.

મોટી સંખ્યામાં ડ્રગ્સનું રેકેડ મળતા આ મામલે હવે આખી લિંક સામે આવી શકે છે. મેફેડ્રોન ડ્રગ્સનું સેવન કરનારા લોકોમાં વધુ લોકપ્રિય હોય છે. NCB રેડમાં પકડાયેલા ડ્રગ્સના આરોપીઓમાંથી એક પ્રકાશ પટેલ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતો હતો. જ્યારે સોનું રામ નિવાસ આ ડ્રગ્સનું માર્કેટિંગ કરીને તેનું વેચાણ કરતો હતો. નોંધનીય છે કે, ડ્રગ્સ રાખવાના ગુનામાં NCB એક્ટ હેઠળ ઓછામાં ઓછી ૧૦ વર્ષની જેલની સજા તથા ૨ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.