Western Times News

Gujarati News

અક્ષય-વાણી બેલ બોટમના શૂટિંગ વખતે ઝૂલા પરથી પડ્યા

મુંબઈ: અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ બેલ બોટમ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચૂક્યું છે અને તેના સોંગ પણ રિલીઝ થઈ ચૂક્યાં છે. તાજેતરમાં જ ફિલ્મનું સોંગ ‘મરજાવા’ રિલીઝ થયું છે. હવે અક્ષય કુમારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ‘મરજાવા’ સોંગનો એક બીટીએમ વિડીયો શેર કર્યો છે. અક્ષયે આ ગીતને તેનું ફેવરિટ સોંગ ગણાવ્યું છે. અક્ષય કુમારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે.

વિડીયો શેર કરતા અક્ષયે કહ્યું કે, બેલ બોટમનું મારૂ ફેવરિટ સોંગ છે. મને સોંગની ધૂન ખૂબ જ પસંદ આવી અને તેના બોલ ખૂબ જ સહજ અને કાનને સાંભળવા ગમે છે. એનો અર્થ પણ સારો છે, જાે તમે ધ્યાનથી સાંભળો તો. વિડીયોના એક પાર્ટમાં અક્ષય કુમાર અને વાણી કપૂર સોંગ મરજાવાના શૂટિંગ માટે એક ઝૂલામાં સૂઈને ઝૂલો ઝૂલી રહ્યાં હોય છે. આ દરમિયાન વાણી કપૂર એક સાઈડથી બીજી સાઈડ પર જવાનો પ્રયાસ કરે છે અને તે અક્ષય કુમાર સાથે જ નીચે પડી જાય છે.

રંજિત તિવારીના ડિરેક્શન હેઠળ તૈયાર થયેલી ફિલ્મ બેલ બોટમ ૧૯ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ થ્રીડીમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં અક્ષય કુમાર રોના એજન્ટની ભૂમિકામાં છે અને વાણી કપૂર તેની પત્નીનો રોલ કરી રહી છે. તો લારા દત્તા ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. અક્ષય કુમાર પાસે ફિલ્મ બેલ બોટમ સિવાય અનેક ફિલ્મો છે. અક્ષય કુમાર સૂર્યવંશીમાં કેટરિના કૈફ સાથે, અતરંગીમાં સારા અલી ખાન અને ધનુષ સાથે, પૃથ્વીરાજમાં માનુષી છિલ્લરની સાથે, બચ્ચન પાંડેમાં કૃતિ સેનન અને જેકલિન ફર્નાંડીસની સાથે અને રક્ષા બંધનમાં ભૂમિ પેડનેકર સાથે જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.