Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૮૩૫૩ નવા પોઝિટિવ કેસ

Files Photo

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીને લઈને થોડા રાહતના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩ લાખ ૮૬ હજાર કોવિડ દર્દીના એક્ટિવ કેસ નોંધાયા છે જે ૧૪૦ દિવસમાં સૌથી ઓછા છે. આ ઉપરાંત રિકવરી રેટમાં પણ સુધારો થતાં તે ૯૭.૪૫ ટકા થઈ ગયો છે. પરંતુ મંગળવારના દિવસ દરમિયાન ૩૮ હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે જે ચિંતાનું કારણ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૮,૩૫૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૯૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૦,૩૬,૫૧૧ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૫૧,૯૦,૮૦,૫૨૪ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. મંગળવારના ૨૪ કલાકમાં ૪૧,૩૮,૬૪૬ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૧૨ લાખ ૨૦ હજાર ૯૮૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૦,૦૧૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૪૫ ટકા છે.

હાલમાં ૩,૮૬,૩૫૧ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૯,૧૭૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૦ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૮,૫૦,૫૬,૫૦૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૭,૭૭,૯૬૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના સંકટ વિશે વાત કરીએ તો, રાજ્યમાં કોરોના વાયરસના ૨૧ કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૧ કેસ નોંધાયા છે. દરમિયાન ૨૪ કલાકમાં ૨૪ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને ૯૮.૭૫ ટકા થયો છે. કોવિડ-૧૯ના કારણે રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે ૮,૧૪,૮૦૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.