Western Times News

Gujarati News

હિમાચલના કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનનો મૃત્યુઆંક ૧૩ થયો

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં બુધવારે એક બસ અને અન્ય વાહનોના ભૂસ્ખલનની ઝપેટમાં આવ્યા બાદ અત્યાર સુધી ૧૩ લોકોના મોત થયા છે અને ૧૩ લોકોને બચાવી લેવાયા છે. હકીકતમાં કિન્નૌર જિલ્લાના નિગુલસેરીમાં ભૂસ્ખલનવાળી જગ્યા પર રસ્તો સાફ કર્યા બાદ કાટમાળમાં માત્ર રોડવેઝની બસની બોડીનો એક ટુકડો મળ્યો છે. બસ અને તેમાં બેઠેલા ૨૫ યાત્રીકોની અત્યાર સુધી કોઈ જાણ મળી નથી. ઘટનાસ્થળ પર અંધારૂ અને ફરીથી ભૂસ્ખલનના ખતરાને જાેતા બુધવારે રાત્રે ૯ કલાકે બચાવ અને સર્ચ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતું.

હવે ગુરૂવારે સવારે અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે હરિદ્વાર જઈ રહેલી હિમાચલની બસ સતલુજ નદીમાં પડી ગઈ હતી. કારણ કે બચાવ અધિકરી તેને કાટમાળની નીચે શોધી શક્યા નહીં. બુધવારે ભૂસ્ખલન થયા બાદ કાટમાળમાં રોડવેઝની બસ સહિત છ ગાડીઓ દબાય ગઈ હતી. પથ્થર પડવાને કારણે એક ટ્રક નદી કિનારે પડી ગયો. તેના ચાલકનો મૃતદેહ મળી આવ્યો છે. બસ ડ્રાઇવર અનુસાર બસમાં ૨૫ યાત્રીકો સવાર હતા. તો કાટમાળમાંથી અત્યાર સુધી ૧૩ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે, જેની સ્થિતિ નાજુક છે.

તેમાં બચ ચાલક અને કંડક્ટર સામેલ છે. જ્યારે ૧૩ મૃતદેહ મળી આવ્યા છે. બચાવ અભિયાનમાં આઈટીબીપીની સાથે સેના, એનડીઆરએફ, સીઆઈએસએફના જવાન લાગેલા છે. હિમાચલ પ્રદેશ રાજ્ય ઇમરજન્સી ઓપરેશન કેન્દ્ર તરફથી તાજા સૂચના અનુસાર ઘટનાસ્થળ પર ડ્રોનથી પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એક ટ્રક તથા ગાડી (ટાટા સૂમો) ને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે.

ટાટા સૂમોમાં સવાર આઠ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિગુલસેરીમાં નેશનલ હાઈવે-૫ પર થયેલા ભૂસ્ખલનના કાટમાળમાં ફસાયેલા એક વ્યક્તિને આઈટીબીપીના જવાનોએ સુરક્ષિત બચાવી લીધો છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખુબ મહેનત બાદ જવાનો આ વ્યક્તિનો જીવ બચાવી શક્યા. અત્રે જણાવવાનું કે બુધવારે કિન્નૌર જિલ્લામાં નિગુલસેરીમાં પહાડનો મોટો હિસ્સો તૂટીને નીચે પડ્યો. જેની ચપેટમાં હિમાચલ રોડવેઝની બસ સહિત અને ગાડીઓ આવી ગઈ. એક મહિનાથી પણ ઓછા સમયમાં કિનૌરમાં ભૂસ્ખલનની આ બીજી મોટી ઘટના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.