Western Times News

Gujarati News

રાહુલ ગાંધી બાદ સુરજેવાલા સહિત ૫ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓના એકાઉન્ટ સસ્પેન્ડ થયા

નવીદિલ્હી: રાહુલ ગાંધી અને કોંગ્રેસના અનેક નેતાઓ બાદ હવે ટિ્‌વટરે કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટને પણ લૉક કરી દીધું છે. કોંગ્રેસે ગુરૂવારે આરોપ લગાવ્યો કે ટિ્‌વટરે કોંગ્રેસના સત્તાવાર હેન્ડલને લોક કરી દીધુ છે. તેની જાણકારી પાર્ટીએ પોતાના ફેસબુક પેજ દ્વારા આપી છે. માનવામાં આવી રહ્યું છે કે ટિ્‌વટરે નિયમોના ઉલ્લંઘનને લઈને કાર્યવાહી કરી છે. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓના ટિ્‌વટર એકાઉન્ટ પર સોશિયલ મીડિયા કંપનીએ પગલા ભર્યા છે.

કોંગ્રેસે પોતાના લોક કરાયેલા ટિ્‌વટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ ફેસબુક પેજ પર શેર કર્યો છે અને લખ્યું છે- જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યા તો અમે ડર્યા નહીં, હવે ટિ્‌વટર એકાઉન્ટ બંધ કર્યું પરંતુ અમે ડરવાના નથી. અમે કોંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છે, અમે લડીશું, લડતા રહીશું. જાે બળાત્કાર પીડિતા બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો ગુનો છે, તો અમે આ ગુનો ૧૦૦ વખત કરીશું. જય હિંદ… સત્યમેવ જયતે.

આ પહેલા બુધવારે મોડી રાત્રે કોંગ્રેસે દાવો કર્યો હતો કે રણદીપ સુરજેવાલા સહિત પાર્ટીના પાંચ વરિષ્ઠ નેતાઓના ટિ્‌વટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીએ કહ્યું કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટીના સચેતક મનિકમ ટૈગોર, અસમ પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રિ જિતેન્દ્ર સિંહ તથા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવનું ટિ્‌વટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાછલા સપ્તાહે દિલ્હીમાં કથિત બળાત્કાર અને હત્યાની શિકાર નવ વર્ષની બાળકીના પરિવારની સાથે તસવીરો ટ્‌વીટ કરી હતી. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે રાહુલ ગાંધીના ટ્‌વીટ પર હસ્તક્ષેપ કર્યો અને ટિ્‌વટરને સગીર પીડિતાની નિજતાનું ઉલ્લંઘન કરવા માટે કોંગ્રેસ નેતાના એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ મામલા પર કોંગ્રેસ મહાસચિવ અને મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ રાહુલ ગાંધી દ્વારા ટ્‌વીટ કરવામાં આવેલી તસવીરને ટ્‌વીટ કરતા લખ્યુ- મોદી સરકાર દલિતની પુત્રીને ન્યાય આપવાની જગ્યાએ, હમદર્દી તથા ન્યાય માંગનારનો અવાજ દબાવવા માટે ષડયંત્ર કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.