Western Times News

Gujarati News

ફેક્ટરી પર દરોડામાં કરોડોનું બાયોડિઝલ ઝડપાયું, ૭ જબ્બે

આરોપી અસલમ તેલી સુરત ગ્રામ્ય વિસ્તારમાં કરંજ પાસે ખોટી રીતે લાઇસન્સ મેળવી બાયો ડીઝલ બનાવતો

ગાંધીનગર,  સુરતમાં બે દિવસ પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગેર કાયદેસર બાયો ડીઝલના વેચાણ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ દ્વારા રેડના બે દિવસ બાદ પણ હજુ સુધી ફરિયાદ અને પંચનામાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે બાયો ડીઝલ, વાહનો અને રોકડ સહિત કુલ ૬.૯૦ કરોડ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે તો ૭ આરોપીની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી અસલમ તેલી હોવાનું બહાર આવ્યું છે, જ્યારે ૩ આરોપીઓ ફરાર થયા છે.

આરોપી અસલમ સુરત ગ્રામ્ય વિસ્તાર માં કરંજ પાસે ખોટી રીતે લાઇસન્સ મેળવી બાયો ડીઝલ બનાવતો હતો અને હરતા ફરતા પેટ્રોલ પંપ રાખતો હતો. ટેન્કરમાંથી અન્ય ટ્રકોમાં ડીઝલ પણ વેચાણ થતું હતું. ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ ઔરંગાબાદ સુધી હતું જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હાલમાં રાજયમાં અમુક સ્થળોએ આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલી રહી હોવાનું રાજય પોલીસ વડા આશીષ ભાટિયાને ધ્યાન ઉપર આવ્યું હતું. જેથી આ સંદર્ભે રાજયના તમામ જીલ્લા/શહેરના પોલીસ વડાઓને આ અંગેના એક ખાસ એકશન પ્લાન પ્રમાણે બાયોડીઝલના અનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા ડી.જી.પી.દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

બાયોડીઝલના નામે હલકી ગુણવત્તાના પેટ્રોલિયમ પદાર્થોનું મિશ્રણ કરીને વેચવામાં આવતુ હોવા અંગે તેમજ બાયોડીઝલ તરીકે વેચાતા આ પદાર્થો ઉદ્યોગો માટેના વપરાશના નામે આયાત થતાં હોવાથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

ડી.જી.પી. ના આદેશ અનુસાર સ્ટેટ મોનિટરીંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સુરત જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશન નવા વિસ્તારના કરંજ જી.આઇ.ડી.સી. મોલવણ પાટીયા પાસે આવેલી એક ફેક્ટરી તથા ભાટકોલ ગામની સીમ, માંડવી-કીમ રોડ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે રાખેલા બાયોડીઝલ આશરે ૧,૪૨,૯૦૦ લીટર જેની કિંમત રૂપિય ૧,૦૭,૧૭,૫૦૦ મળી કુલ રૂપિયા ૬,૯૦,૭૫,૬૨૪ નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ ઉપરથી ૦૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ૨૪ ડીઝલ ભરવાવાળા હતા, તો ૩ આરોપી ફરાર છે અસલમ તેલી મુખ્ય આરોપી છે.

ઔરંગાબાદમાં પણ બાયો ડીઝલ મોકલવામાં અવવાની હતી તેની પણ તપાસ ચાલી રહી છે. કંડલા મેરિનમાં ૧૧ હજાર લીટર ઝડપાયું હતું તો ગાંધીધામમાં ૬૬ હજાર લીટર ઝડપાયું છે. છેલ્લા એક વર્ષમાં ૩૧૧ ગેરકાયદેસર બાયો ડીઝલના કેસ કરવામાં આવ્યા છે. કુલ ૬૪૦ લોકો ની ધરપકડ કરવામાં આવી છે. સરકારની પોલિસી પ્રમાણે ડીઝલ અને પેટ્રોલ ડીઝલમાં બાયો ડીઝલ કંપની જ નાખશે. રિટેલ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.