Western Times News

Gujarati News

તમિલનાડુ સરકારે પેટ્રોલ વેટ ૩ રૂપિયા ઘટાડ્યોઃ પેટ્રોલ સસ્તુ થશે

ચેન્નાઇ, તમિલનાડુમાં વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. રાજ્યના નાણામંત્રી પીટીઆર પલાનીવેલ ત્યાગરાજને રાજ્યના ઇતિહાસમાં પોતાનું પ્રથમ ઇ-બજેટ રજૂ કર્યું. તમિલનાડુ સરકારે પેટ્રોલ ટેક્સ ૩ રૂપિયા પ્રતિ લીટર ઘટાડવાની મોટી જાહેરાત કરી છે. તેના કારણે રાજ્યને દર વર્ષે ૧૧૬૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે.

આ સિવાય બજેટમાં મહિલા સરકારી કર્મચારીઓની પ્રસૂતિ રજા ૯ મહિનાથી વધારીને ૧૨ મહિના કરવામાં આવી છે. ૫૦૦ કરોડના ખર્ચે સેન્ટર ફોર ક્લાઇમેટ ચેન્જની સ્થાપના કરવામાં આવશે. રાજ્યના તમામ ર્સ્વનિભર જૂથોને ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે વહેંચવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે, રાજ્યના તમામ ૭૯,૩૯૫ નાના ગામની દરેક વ્યક્તિને પ્રતિદિવસ ૫૫ લીટર પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા માટેના પગલા લેવાશે. સાથે જ એક લાખથી વધુ આબાદી ધરાવતા ૨૭ શહેરોમાં ભૂમિગત જળ નિકાસી યોજના લાગૂ કરવામાં આવશે.

તમિલનાડુમાં, મુખ્ય વિપક્ષ એઆઇએડીએમકેના ધારાસભ્યોએ વિરોધ તરીકે સત્ર દરમિયાન ગૃહમાંથી વોકઆઉટ કર્યું. હકીકતમાં, સ્પીકર અપ્પાવુએ વિપક્ષી પાર્ટીને બોલવા ન દીધા, જેના કારણે ધારાસભ્યો ગુસ્સામાં વોકઆઉટ કરી ગયા. નાણામંત્રી પલાનીવેલ ત્યાગરાજન દ્વારા ડીએમકે સરકારના પ્રથમ બજેટની રજૂઆત પહેલા વિપક્ષના નેતા કે પલાનીસ્વામી ઊભા થયા અને બોલવાનું શરૂ કર્યું.

સ્પીકર અપ્પાવુએ પલાનીસ્વામીને એવું કહેતા મંજૂરી આપતા ઈનકાર કર્યો કે પલાનીસ્વામી સોમવારે બોલી સકે છે કારણ કે, પહેલું બજેટ રજૂ કરવાના છે. ત્યારબાદ અપ્પાવુના રાજને રાજ્યનું પહેલું પેપરલેસ ઈલેક્ટ્રોનિક બજેટ રજૂ કર્યું હતું. જેના વિરોધમાં વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે ૬ વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે ૬ વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જાેડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે.

આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માંર્જિનને જાેડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ – ડીઝલમાં આ કોસ્ટ પણ જાેડાઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.