Western Times News

Gujarati News

રામોલ ઓવરબ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત; યુવકનું ઘટનાસ્થળે જ મોત

Files Photo

અમદાવાદ, શહેરના સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક સામસામે ટકરાયા હતા. જેમાં એક બાઈક સવારનું મોત ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દંપતી ગંભીર છે. બે બાઈકના અકસ્માતને પગલે ઝ્ર્‌સ્ રામોલ ઓવરબ્રીજ પર ટ્રાફિકજામ થયો હતો.
આ અકસ્માતમાં ૨૩ વર્ષના બાઈક ચાલકનું ઘટના પર જ મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે અન્ય બાઈક પર દપંતી નીચે પટકાતા બન્ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ૧૦૮ મદદથી એલજી હોસ્પિટલ ખસેડાયા હ તા. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી એડિ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. રવિવારે રાતના સમયે સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. જ્યારે બીજા બાઈક પરનું દંપતી ઘાયલનું થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં ખોખરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે.

અકસ્માત બાદ સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ થયો હતો. ખોખરા પોલીસે ભારે જેહમત બાદ ટ્રાફિકને રાબેતા મુજબ કરવા મહેનત કરવી પડી હતી. અકસ્માત અંગે આઈ ડિવિઝન પોલીસને સૂચિત કરીને ખોખરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.