Western Times News

Gujarati News

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૫, ૧૬૬ નવા કેસ નોંધાયા

નવીદિલ્હી, દેશમાં કોરોના સંક્રમણથી મોટી રાહત મળી છે. મંગળવારે ગત ૨૪ કલાકમાં કોરોનાના ૨૫, ૧૬૬ નવા કેસ નોંધાયા છે. જે ગત ૧૫૪ દિવસમાં સૌથી ઓછા છે. જેના કારણે કુલ મામલાની સરખામણીએ એક્ટિવ કેસની ટકાવારી ઝડપથી ઘટી ૧.૧૫ ટકા થઈ ગઈ છે. જે માર્ચ ૨૦૨૦ બાદ અત્યાર સુધીમાં સૌથી ઓછા છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા હવે ૩,૬૯,૮૪૬ રહી ગઈ છે. જે ગત ૧૪૬ દિવસમાં સૌથી ઓછો આંકડો છે. રિકવરી રેટની વાત કરીએ તો હાલ દેશમાં ૯૭.૫૧ ટકા છે. જે માર્ચ ૨૦૨૦ બાદ સૌથી વધારે છે.

અત્યાર સુધી ભારતમાં ૩,૧૪,૪૮,૭૫૪ લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે. એટલું જ નહીં ગત ૨૪ કલાકમાં ૩૬, ૮૩૦ લોકો કોરોનાથી રિકવર થયા છે. એક તરફ નવા કેસની સંખ્યા ૨૫ હજારની નજીક અને બીજી તરફ ૩૬ હજાર લોકો સાજા થયા હોવાથી એક દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં ૧૦ હજારનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત રસીકરણની સ્પીડ પણ એક વાર ફરી વધી છે. ગત ૨૪ કલાકમાં ૮૮.૧૩ લાખ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. જે કોઈ એક દિવસમાં રસીકરણના સૌથી મોટો આંકડો છે.

દેશમાં અત્યાર સુધીમાં ૫૫.૪૭ કરોડથી વધારે કોરોનાની રસી લાગી છે. એક તરફ ઝડપથી ઘટી રહેલા નવા કેસ અને બીજી તરફ રસીકરણની સ્પીડને કોરોનાની ગતિને અટકાવવાનું કામ કર્યુ છે. આના ચાલતા લાંબા સમય બાદ વીકલી પોઝિટિવિટી રેટ હવે ૨ ટકાથી પણ ઓછો થઈ ગયો છે. ડેલી પોઝિટિવિટી હવે માત્ર ૧.૬૧ ટકા રહી ગયો છે. ગત ૨૨ દિવસમાં આ ૩ ટકાથી ઓછો બનેલો છે. એપ્રિલ અને મેમાં કોરોનાની બીજી લહેરના પકની સરખામણીએ સ્થિતિ ઘણી સારી છે. આ દરમિયાન માત્ર એક દિવસમાં નવા કેસનો આંકડો ૩થી ૪ લાખ પહોંચી ગયો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.