Western Times News

Gujarati News

કર્ણાટકમાં બ્લેક ફંગસના ડરથી એક દંપત્તીએ આત્મહત્યા કરી લીધી

બેંગ્લુરૂ, કર્ણાટકમાં બ્લેક ફંગસના ડરથી એક દંપત્તીએ આત્મહત્યા કરી લીધી છે. પતિ-પત્ની બંને કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. પોતાની સ્યુસાઇડ નોટમાં પતિ-પત્ની લખ્યું કે મારી પત્ની સુગરની દર્દી છે સમાચાર ચેનલોએ દેખાડ્યું કે કોરોના વાયરસથી સંક્રમિત સુગરના દર્દી પણ બ્લેક ફંગસથી સંક્રમિત થશે અને પોતાના અંગોને ગુમાવી દેશે. સ્યુસાઇડ નોટમાં પતિએ કહ્યું કે એ માની લીધું કે ઘણી કિંમત ચૂકવવી પડશે અને એટલે અમે આત્મહત્યા કરી રહ્યા છીએ.
મૃતકોની ઓળખ રમેશ (ઉંમર વર્ષ ૪૦) અને ગુના આર સુવર્ણા (ઉંમર ૩૫ વર્ષ)ના રૂપમાં થઈ છે. બંને મેંગ્લોરના બેકમ્પાદ્યોના એક અપાર્ટમેન્ટમાં રહેતા હતા. રમેશની પત્ની ગુના સુવર્ણા સુગરથી પીડિત હતી.

છેલ્લા એક અઠવાડિયામાં બંનેમાં કોરોના વાયરસના સંક્રમણના લક્ષણ દેખાયા હતા. આત્મહત્યા પહેલા પતિ-પત્ની શહેર પોલીસના કમિશનર એન શશી કુમારને એક ઓડિયો મેસેજ પણ મોકલ્યો હતો. આ ઓડિયો મેસેજમાં દંપત્તિએ કહ્યું કે બ્લેક ફંગસને લઈને તેઓ ડરી ગયા છે એટલે તેમણે પોતાનો અંત લાવવાનો ર્નિણય લીધો છે.

ત્યારબાદ પોલીસ કમિશનરે તેમને કોઈ ઉતાવળ ન કરવાની વિનંતી કરી. તેમણે મીડિયા ગ્રૂપના માધ્યમથી દંપત્તિને શોધવા અને તેમનો જીવ બચાવવાની બાબતે મદદ કરવાનો અનુરોધ પણ કર્યો. આ દરમિયાન પોલીસ અપાર્ટમેન્ટમાં પહોંચી અને જાેયું તો બંનેએ આત્મહત્યા કરી લીધી હતી. સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે ગુના કેટલાક સ્વાસ્થ્ય સમસ્યાના કારણે ક્યારેય બાળકને જન્મ આપી શકે નહીં અને એટલે લોકો મળવાથી બચતી હતી, કેમ કે તેને સંતાનો બાબતે લોકો પૂછતા હતા.

સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે મેં અને મારી પત્નીએ નક્કી કર્યું છે કે અમે શરણ પંપાવેલ અને સત્યજિત સુરથકલથી હિન્દુ રીત-રિવાજાે મુજબ અમારું અંતિમ સંસ્કાર કરવાની વિનંતી કરીએ છીએ. અમે તેના માટે એક લાખ રૂપિયા રાખ્યા છું. હું પોલીસ કમિશનર એન શશી કુમાર, શરણ પંપવેલ અને સત્યજીત સુરથકલને અમારા અંતિમ સંસ્કારમાં સહયોગ કરવાની અપીલ કરું છું. ઘરનો સામાન ગરીબોમાં વહેચી દેવો જાેઈએ અને એ અમારા માતા-પિતાના કોઈ કામનો નથી. અમે પોતાના ઘરના માલિકો પાસે માફી માગીએ છીએ. આ બાબતે સ્વાસ્થ્ય મંત્રી સુધાકરે કહ્યું કે મેંગલોરમાં એક દંપત્તિએ કોરોનાના વાયરસના સકારાત્મક પરીક્ષણ બાદ આત્મહત્યા કરી લીધી. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે એવું થયું છે કર્ણાટકમાં ૨૮ લોકો કોરોના વાયરસથી સાજા થઈ ચૂક્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.