Western Times News

Gujarati News

મોદીના વિશ્વાસુ દલસાણીયાને બિહારમાં મહત્વની જવાબદારી સોંપાઈ

દલસાણીયાએ વર્ષ ૨૦૦૫ થી ૨૦૨૧ સુધી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી છે

સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં જન્મેલા ભીખુભાઇ નરેન્દ્ર મોદીના ખૂબ વિશ્વાસુ માનવામાં આવે છે. ભાજપના નાના કાર્યકરથી લઈ મોટા નેતા સુધી તમામ લોકોએ ભીખુભાઇની સંગઠન ક્ષમતાને સલામ કરે છે.

અમદાવાદ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાને બિહાર પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ભીખુભાઈ દલસાણીયાએ વર્ષ ૨૦૦૫ થી ૨૦૨૧ સુધી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી છે.

એટલે કે ૧૬ વર્ષે સુધી પ્રદેશ મહામંત્રી તરીકે સુકાન સાંભળ્યું હતું. જે ગુજરાત અને અન્ય રાજ્યમાં મહામંત્રી પદ પર રહેનાર સૌથી વધુ લાંબો કાર્યકાળ છે. તેમની કાર્યશૈલીના પરિણામે હવે ભાજપ દ્વારા બિહાર જેવા મોટા રાજ્યની જવાબદારી તેમને સોંપવામાં આવી છે.

ગુજરાતમાં ભીખુભાઇએ વર્ષ ૨૦૦૭ની વિધાનસભા, વર્ષ ૨૦૦૯ની લોકસભા, વર્ષ ૨૦૧૨ની વિધાનસભા, વર્ષ ૨૦૧૪ની લોકસભા, વર્ષ ૨૦૧૭ની વિધાનસભા, વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપને જીતાડવા તેમનો સિંહ ફાળો રહ્યો હતો.

તો આ સમયમાં આવેલા જિલ્લા-તાલુકા પંચાયત, મહાનગર-નગર પાલિકા ચૂંટણીઓમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ભીખુભાઇ દલસાણીયાની નિમણુંક ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે કરવામાં આવી હતી.

તે પહેલાં ભીખુભાઇ સૌરાષ્ટ્ર ઝોનના સંઘના પ્રાંતપ્રચાર તરીકે કામ કરતા હતા. સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં જન્મેલા ભીખુભાઇ નરેન્દ્ર મોદીના ખૂબ વિશ્વાસુ માનવામાં આવે છે. ગુજરાત પ્રદેશ ભાજપના નાના કાર્યકરથી લઈ મોટા નેતા સુધી તમામ લોકોએ ભીખુભાઇની સંગઠન ક્ષમતાને સલામ કરે છે.

જાે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીની વાત કરવામાં આવે તો નાથાલાલ જગડા, નરેન્દ્ર મોદી, સંજય જાેશી, સુરેશ ગાંધી પછી ભીખુભાઇ દલસાણીયાની નિમણુંક કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીની જવાબદારી રત્નાકરજીને સોપ્યા બાદ લાગતું હતું કે ભીખુભાઇને ભાજપ રાષ્ટીય કક્ષાએ ખૂબ મોટી જવાબદારી આપશે.

ત્યારે હવે બિહાર જેવા મોટા રાજ્યની જવાબદારી ભીખુભાઇને આપવામાં આવી છે. જેની પાછળનું મુખ્ય એક કારણ તેમના ૧૬ વર્ષેના ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રીના કાર્યકાળમાં તેમની સાથે એક પણ વિવાદ જાેડાયો નથી. તો સાથે જ ગુજરાત ભાજપ સંગઠનને દેશમાં સૌથી વધુ અનુશાસિત અને રિઝર્ટ ઓરિયન્ટેડ રહ્યું છે.

એટલા માટે જ હવે બિહારમાં વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલા બિહારની કમાન ભીખુભાઇને સોંપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.