Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનમાં લોકશાહી નહીં હોય, શરિયા કાયદો લાગુ કરાશે

કાબુલ, જ્યાં સુધી તાલિબાન અફઘાનિસ્તાનમાં પોતાની નવી સરકારની રચના ન કરી લે ત્યાં સુધી એક કાઉન્સિલ દ્વારા આખા દેશને ચલાવવામાં આવશે. તાલિબાનીઓ હાલ અફઘાનિસ્તાનના નેતાઓ, સેનાના ઓફિસર્સ સાથે ચર્ચા ચાલુ રાખશે અને નવી સરકારના ફ્રેમવર્ક પર કામ કરવામાં આવશે. એક તાલિબાની નેતાએ જણાવ્યું કે, તાલિબાન તમામ નેતાઓ ઓફિસર્સ સાથે વાત કરી રહ્યું છે અને બધા સાથે વાત કર્યા બાદ નવી સરકારની રચના કરવામાં આવશે.

જાેકે હાલ કાઉન્સિલ જ અફઘાનિસ્તાનને ચલાવશે અને હૈબાતુલ્લાહ અખુંડઝાડા તેની આગેવાની કરી શકે છે. તાલિબાની કમાન્ડરના કહેવા પ્રમાણે તેમની નવી સરકારને લઈ હજુ અનેક બાબતો સ્પષ્ટ કરવાની છે પરંતુ એક વસ્તુ નક્કી છે કે, અફઘાનિસ્તાનમાં લોકશાહી નહીં હોય. અમારા ત્યાં લોકશાહી સિસ્ટમનો બેઝ નથી માટે એ સ્પષ્ટ છે કે, મુલ્કમાં ફક્ત શરિયા કાયદો જ લાગુ કરવામાં આવશે. તાલિબાની નેતાઓએ થોડા દિવસ પહેલા અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈની મુલાકાત લીધી હતી. આગામી દિવસોમાં કતારના દોહા ખાતે યોજાનારી બેઠકમાં હામિદ કરજઈ પણ સામેલ થશે અને ત્યાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર બનાવવાને લઈ ચર્ચા કરવામાં આવશે. અફઘાની નાગરિકોની તસવીરો પણ બહાર પાડી છે.

નજરે જાેનારા લોકોના કહેવા પ્રમાણે તાલિબાનો એરપોર્ટ પર પહોંચી રહેલા દરેક વ્યક્તિના કાગળીયા ચેક કરી રહ્યા હતા અને બહુ ઓછો લોકોને અંદર જવા દેતા હતા.ઘણા લોકો પાસે પાસપોર્ટ પણ નહોતા.એરપોર્ટનો ગેટ જ્યારે ખુલતો ત્યારે ભીડ અંદર ઘૂસવાની કોશીશ કરતી હતી.જેમને વિખેરવા માટે તાલિબાનોએ ફાયરિંગ કર્યુ હતુ.

જાેકે એરપોર્ટ પર તૈનાત નાટો દેશના અધિકારીઓએ ફાયરિંગ થયુ હોવાની વાતનો ઈનકાર કર્યો હતો પણ એરપોર્ટ પર થયેલી ભાગદોડમાં કેટલાય લોકોના ઘાયલ થવાની વાતને સમર્થન આપ્યુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.