Western Times News

Gujarati News

મુથૂટ્ટુ મિનીનો એનસીડી પબ્લિક ઇશ્યૂ ખુલી ગયો

· સીક્યોર્ડ અને અનસીક્યોર્ડ એનસીડીનો ઇશ્યૂ, જે દરેકની ફેસ વેલ્યુ ઇજી. ૧,૦૦૦ છે

· એનસીડીના ઇશ્યૂમાં ઇશ્યૂની બેઝ સાઇઝ ઇજી. ૧૨૫ કરોડ છે, જેમાં ઇજી. ૧૨૫ કરોડના ઓવરસબસ્ક્રિપ્શનને જાળવવાનો વિકલ્પ સામેલ છે, જેની કુલ સાઇઝ ઇજી. ૨૫૦ કરોડ થાય છે (“૧૫મો એનસીડી ઇશ્યૂ”)

· સીક્યોર્ડ એનસીડી પોર્શન ઇજી. ૨૦૦ કરોડ અને અનસીક્યોર્ડ એનસીડી પોર્શન ઇજી. ૫૦ કરોડનો

અમદાવાદ, વર્ષ ૧૯૯૮માં સ્થાપિત ગોલ્ડ લોન સેક્ટરમાં સિસ્ટેમેટિકલી ઇમ્પોર્ટન્ટ નોન-ડિપોઝિટ ટેકિંગ એનબીએફસી મુથૂટ્ટુ મિની ફાઇનાન્શિયર્સ લિમિટેડ (“મુથૂટ્ટુ મિની”/ ‘એમએમએફએલ’)નો સીક્યોર્ડ અને અનસીક્યોર્ડ ડિબેન્ચર્સ (“એનસીડી”)નો પબ્લિક ઇશ્યૂ ખુલી ગયો છે, જે દરેકની ફેસ વેલ્યુ ઇજી. ૧,૦૦૦ છે.

૧૫મા એનસીડી ઇશ્યૂની બેઝ ઇશ્યૂ સાઇઝ ઇજી. ૧૨૫ કરોડ છે, જેમાં ઇજી. ૧૨૫ કરોડ સુધીનું ઓવર-સબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ છે, જેથી ઇશ્યૂની સાઇઝ કુલ ઇજી. ૨૫૦ કરોડ થઈ જશે.

એનસીડી ઇશ્યૂ ૮.૭૫ ટકાથી ૧૦.૦૦ ટકાના વાર્ષિક વ્યાજદરની રેન્જના કૂપન રેટ સાથે એનસીડીના સબસ્ક્રિપ્શન માટે વિવિધ વિકલ્પો ઓફર કરે છે. એનસીડી ઇશ્યૂ ૧૮ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ ખુલી ગયો છે અને ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ બંધ થશે, જેમાં વહેલાસર બંધ કરવાનો કે લંબાવવાનો વિકલ્પ સામેલ છે.

૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી એમએમએફએલ ૩,૮૬,૧૧૦ ગોલ્ડ લોન ખાતા ધરાવતી હતી, જે મુખ્યત્વે ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં છે, જેનું કુલ મૂલ્ય ઇજી. ૧,૯૩૫.૧૦ કરોડ હતું, જે કુલ લોન અને એડવાન્સમાં ૯૭.૦૪ ટકા હિસ્સો ધરાવે છે. છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન ગોલ્ડ એસેટ્સ પર આવક નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૯.૧૭ ટકાથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૯.૫૭ ટકા થઈ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં એની ચોખ્ખી એનપીએ ૦.૭૫ ટકા હતી, જે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૧.૩૯ ટકાથી ઓછી છે.

ગોલ્ડ લોનના વ્યવસાય ઉપરાંત કંપની માઇક્રો ફાઇનાન્સ લોન, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, મની ટ્રાન્સફર, ઇન્સ્યોરન્સ બ્રોકિંગ, પેન કાર્ડ સાથે સંબંધિત અને ટ્રાવેલ એજન્સી સેવાઓ પૂરી પાડે છે.

અગાઉ કંપની નિનાન મથાઈ મુથૂટ્ટુએ ૧૮૮૭માં સ્થાપિત કરેલા ફેમિલી બિઝનેસ એન્ટરપ્રાઇઝનો ભાગ હતી, જેનું નેતૃત્વ હવે ચેરવુમેન અને પૂર્ણકાલિન ડાયરેક્ટર નિઝી મેથ્યૂ અને મેનેજિંગ ડાયરેક્ટર મેથ્યૂ મુથૂટ્ટુ કરે છે.

ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખા ભંડોળનો ઉપયોગ આગળ જતા ધિરાણ, ફાઇનાન્સ અને કંપનીના ઋણ પર મુદ્દલ અને વ્યાજની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી માટે (ઓછામાં ઓછા ૭૫ ટકા) તથા બાકીના (૨૫ ટકા સુધી) ફંડનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.