Western Times News

Gujarati News

ગોલ્ડનમેન નીરજ ચોપરાના નામ પર હશે આર્મી સ્ટેડિયમ

નવી દિલ્હી, ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર નીરજ ચોપડાના નામે હવે આર્મી સ્ટેડિયમનું નામ હશે. ભાલા ફેકમાં ખેલાડી વીરજે ભારત માટે એથલિટ્‌સમાં ઈતિહાસનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતાડ્યો છે. પુણેના છાવણી ખાતે આવેલા આર્મી સ્પોર્ટ્‌સ ઈન્સ્ટીટ્યુટના એથલેટિક્સનું નામ નીરજ ચોપરા રાખવામાં આવશે. ૨૩ ઓગસ્ટે થનારા નામકરણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉપસ્થિત રહેશે.

સ્ટેડિયમનું નામ નીરજ ચોપડા સ્પોર્ટ્‌સ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. એક આર્મી ઓફિસરે આ અંગે વધુ માહિતી આપતા કહ્યું કે, આ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ છે, જ્યા તમામ એથલીટોને ટ્રેનિંગ આપવામાં આવે છે. અને અમે આ સ્ટેડિયમમાં હાલમાં જ થોડા સુધારા પણ કર્યા છે. સ્ટેડિયમનું નામ કોઈ પણ મોટા વ્યક્તિના નામે ન હતું. અમને લાગ્યું કે નીરજ ચોપરા પહેલી વાર મેડલ જીત્યા પછી અહી આવી રહ્યા છે તેથી તેના માટે આ સૌથી શ્રેષ્ટ ભેટ હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.