Western Times News

Gujarati News

વલસાડમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

વલસાડ, રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના સરકાર અને પોલીસના દાવા વચ્ચે સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. આ વખતે વલસાડ જિલ્લાની પારડી પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂ ભરેલો એક આખે આખો ટ્રક ઝડપી પાડયો છે. આ ટ્રકમાં ગુણીની આડમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો હતો.પરંતુ પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે બુટલેગરોની આ તરકીબને પણ નાકામ કરી હતી. અને લાખો રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

બનાવની વિગત મુજબ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં દારૂની છૂટ છે અને ગુજરાતમાં દારૂબંધી હોવા થી રાજ્ય મોમાંગી કિંમત વિદેશી દારૂ મળે છે. આથી ગુજરાતમાં દારૂ ના ધંધામાં મોટી કમાણીને કારણે એનકેન પ્રકારે બુટલેગરો અવનવી તરકીબો અજમાવી દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે પ્રયાસો કરતા રહ્યા છે. ત્યારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા વલસાડ જિલ્લાના બગવાડા ટોલનાકા પર પારડી પોલીસની ટીમે એક ટ્રકનો પીછો કર્યો હતો. આથી ગુજરાતમાં દારૂના ધંધામાં મોટી કમાણીને કારણે એનકેન પ્રકારે બુટલેગરો અવનવી તરકીબો અજમાવી દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે પ્રયાસો કરતા રહ્યા છે. ત્યારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા વલસાડ જિલ્લાના બગવાડા ટોલનાકા પર પારડી પોલીસની ટીમે એક ટ્રકનો પીછો કર્યો હતો.

હાઈવે પર શંકાસ્પદ રીતે પુર ઝડપે પસાર થતી ટ્રકનો પીછો કરી ટ્રક થોભાવી તપાસ કરતા ટ્રકમાં પ્રથમ દ્રષ્ટિએ ગુણીઓ ભરેલી હોવાનું દેખાઈ રહ્યું હતું પરંતુ પોલીસને પાકી બાતમી મળી હોવાથી ટ્રકમાં ભરેલી ગુણોને દૂર કરી અંદર તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. કારણ કે ગુણોની આડમાં પાછળ લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. આથી ટ્રકને પારડી પોલીસ સ્ટેશન આવી અને તપાસ કરતા ટ્રકમાંથી અંદાજે ૧૧.૭૨ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે ટ્રકના ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે દમણમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર અને દારૂનો જથ્થો મંગાવનાર એમ ૨ આરોપીઓ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂ દમણથી અંકલેશ્વર તરફ જવાય રહ્યો હતો. પરંતુ પારડી પોલીસે બગવાડા ટોલનાકા પર ટ્રકને રોકી અને રૂપિયા ૧૧.૭૨ લાખના કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને મળી અંદાજે ૧૯.૭૭ લાખની કિંમતનો કુલ મુદ્દામાલ જપ્ત કરી ૧ આરોપીની ધરપકડ કરી છે.. જ્યારે ૨ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.