Western Times News

Gujarati News

દિલ્હી- અયોધ્યા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની યોજના

પ્રતિકાત્મક

દિલ્હીથી અયોધ્યાનુ ૬૭૦ કિલોમીટરનુ અંતર આ ટ્રેનના કારણે બે જ કલાકમાં કપાઈ જશે.

નવી દિલ્હી, અયોધ્યામાં રામ મંદિર બનાવવાની કામગીરી તો ચાલી જ રહી છે અને સાથે સાથે હવે કેન્દ્ર સરકાર દિલ્હીથી અયોધ્યા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની યોજના બનાવી રહી છે. Bullet train from Delhi fast-tracked as Ayodhya aims spot on world tourism map.

કેન્દ્ર સરકારે અયોધ્યાને પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે આ યોજનાનો લોન્ચ કરવાનુ નક્કી કર્યુ છે.નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના સૂત્રોનુ કહેવુ છે કે, દિલ્હીથી અયોધ્યાનુ ૬૭૦ કિલોમીટરનુ અંતર આ ટ્રેનના કારણે બે જ કલાકમાં કપાઈ જશે.

શુક્રવારે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓએ અયોધ્યાની મુલાકાત લીધી હતી અને પ્રસ્તાવિત બુલેટ ટ્રેન સ્ટેશન સહિતની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી.આ બુલેટ ટ્રેનનુ સ્ટેશન અયોધ્યામાં બનનારા નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે હશે.

કોર્પોરેશન દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસે બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવા માટે એનઓસી પણ માંગવામાં આવી છે.જેવુ એનઓસી મળશે કે કામ આગળ વધશે.

આ બુલટ ટ્રેન યોજવા માટે દિલ્હી થી વારાણસી વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કરતા અલગ ટ્રેક પણ બીછાવવામાં આવશે. દિલ્હી અને વારાણસી વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન આગ્રા, લખનૌ, પ્રયાગરાજ થઈને વારાણસી પહોંચશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.