Western Times News

Gujarati News

૧૪૬ ભારતીય દોહા રસ્તે કાબૂલથી દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હી, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલમાં ખરાબ થઈ રહેલી સ્થિતિને જાેતા ભારત સરકાર કાબુલથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની સતત કોશિશ કરી રહી છે. ત્રણ ફ્લાઈટ્‌સ દ્વારા બે અફઘાન સાંસદો સહિત ૩૯૨ લોકોને રવિવારે દેશમાં પાછા લવાયા. જ્યારે ૧૪૬ ભારતીય નાગરિકોને અફઘાનિસ્તાનથી દોહા લઈ જવાયા અને ત્યારથી ભારત લવાયા. ગત અઠવાડિયાના એક અંદાજા મુજબ અફઘાનિસ્તાનમાં લગભગ ૪૦૦ ભારતીયો હજુ પણ ફસાયેલા હોઈ શકે છે.

ભારત સરકાર સતત તેમને ત્યાંથી કાઢવા માટે પ્રયત્નશીલ છે. આ માટે અમેરિકા અને અન્ય મિત્ર દેશો સાથે કામ ચાલી રહ્યું છે. અફઘાનિસ્તાનથી લોકોને લઈને આવતી ઈન્ડિંગોની ફ્લાઈટ ૬ઈ ૧૭૦૨ પણ દોહાથી દિલ્હી એરપોર્ટ પહોંચી ગઈ છે. ફ્લાઈટમાં સવાર અન્ય યાત્રીઓ સાથે ૧૧ એવા પણ છે જે અફઘાનિસ્તાનમાં ફસાયેલા હતા. આ ફ્લાઈટ દોહાથી આવી છે.

કુલ ૧૪૬ મુસાફરો દિલ્હી પહોંચ્યા. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને અફઘાનિસ્તાનમાં બગડતી સ્થિતિ જાેતા આતંકવાદી હુમલા અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે આતંકવાદીઓ આ સ્થિતિનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે અને નિર્દોષ અફઘાનો કે અમેરિકી સૈનિકોને નિશાન બનાવી શકે છે. અમે આઈએસઆઈએસ સહિત કોઈ પણ સોર્સથી થનારા જાેખમ પર નિગરાણી કરી રહ્યા છીએ. આ સાથે તેમને રોકવા માટે સતત સતર્કતા વર્તી રહ્યા છીએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.