Western Times News

Gujarati News

અભિનેત્રી વાણી કપૂરે જન્મ દિવસની ઉજવણી કરી

મુંબઈ, એક્ટ્રેસ વાણી કપૂર હાલમાં તેની ફિલ્મ બેલ બોટમ અંગે ચર્ચામાં છે. વાણીએ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી યશરાજ ફિલ્મ્સ દ્વારા કરી હતી. વાણીની આ પહેલી ફિલ્મ છે જેમાં એક્ટિંગથી તેણે લોકોને દીવાના બનાવી લીધા હતાં. તેનો જન્મ ૨૩ ઓગસ્ટ ૧૯૯૨નાં દિલ્હીમાં થયો હતો. વાણીનાં પિતાનું નામ શિવ કપૂર છે જે બિઝનેસમેન છે. અને તેની માતાનું નામ ડિમ્પી કપૂર છે. જે માર્કેટિંગ એક્ઝીક્યૂટિવ છે.

વાણી કપૂરે તેનું ભણતર માતા જય કૌર પબ્લિક સ્કૂલ, અશોક વિહાર દિલ્હીથી પૂર્ણ કર્યું છે. આ બાદ તેણે બેચલર ઇન ટૂરિઝમનું ભણતર ઇગ્નૂથી કર્યું છે. વાણી કપૂરનો ફિલ્મી દુનિયાથી દૂર-દૂર સુધી કોઇ સંબંધ ન હતો. જે બાદ પણ વાણીએ તેની પહેલી ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’થી ચર્ચામાં હતી. આ ફિલ્મમાં તેની સાથે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતે કામ કર્યું હતું. ભણતર પૂર્ણ થયા બાદ તેણે ઓબેરોય હોટલ્સમાં તેની ઇન્ટરશિપ કર્યા બાદ આઈટીસીની હોટલમાં કામ કર્યું હતું. વાણી કપૂરે તેનાં કરિઅરની શરૂઆત નાના પડદેથી શો રાજુબેનથી કરી હતી. જે બાદ તેણે યશરાજ બેનરની સાથે ત્રણ ફિલ્મોની ડિલ સાઇન કરી હતી.

વાણીની ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ માટે ઓડિશન દ્વારા પસંદગી કરવામાં આવી હતી. પોતાની પહેલી જ ફિલ્મમાં તેની દમદાર એક્ટિંગથી તેણે આલોચકોનાં મોઢે તાળા બાંધી દીધા હતાં. વાણીને ફિલ્મ શુદ્ધ દેસી રોમાન્સ માટે ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ ડેબ્યૂ ઇન ફીમેલથી નવાઝવામાં આવ્યાં હતાં. આ બાદ વાણીએ તમિલ ફિલ્મ આહા કલણ્યામમાં કામ કર્યું. જે હિન્દી ફિલ્મ ‘બેન્ડ બાજા બારત’ની રિમેક હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.