Western Times News

Gujarati News

પત્નીના આડા સંબંધોથી કંટાળી પતિએ આત્મહત્યા કરી લીધી

બનાસકાંઠા, થરાદમાં એક યુવકે તેની પત્નીના આડા સંબંધોથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. આપઘાત પહેલા યુવકે એક વીડિયો વાયરલ કર્યો હતો તેમજ નોટબુકમાં અલગ અલગ પાનામાં સુસાઇડ નોટ લખી છે. સુસાઈડ નોટમાં યુવકે ઉલ્લેખ કર્યો છે કે તેની પત્નીના આડા સંબંધથી તે પરેશાન હતો. આ ઉપરાંત તેની પત્ની આખી રાત અન્ય યુવકો સાથે મોબાઇલ ફોનમાં વાત કરતી રહેતી હતી. યુવકે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે તેણે લગ્ન ન કરવા હોવા છતાં માતાપિતાના દબાણને પગલે લગ્ન કરવાની ફરજ પડી હતી.

પોલીસે આ મામલે યુવક પાસેથી મળેલી સુસાઇડ નોટ અને આપઘાત પહેલાના વીડિયોને આધારે તેની પત્ની અને અન્ય ચાર યુવકો સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકની સુસાઇડ નોટના અંશો નીચે પ્રસ્તૃત છે. મારા લગન થયા હતા બરવાળા ગામમાં પાયલ જાેડે. અને પાયલ બીજાને પ્રેમ કરતી હતી. તો એણે મારી જાેડે કેમ લગ્ન કર્યાં. પાયલને વિષ્ણુ લવ કરતા હતા. મને ખબર હતી. મેં બધાને કીધું તો કોઈ માનતું ન હતું. પાયલ વિષ્ણુને પ્રેમ કરતી હતી. તોય એમની બેને સુર્યા જાેડે સેટિંગ કરાવ્યું હતું અબાસણા ગામમાં. એમને પતિએ કીધું કે અનિલ સારો છોકરો છે.

અનિલ જાેડે પાયલનું ગોઠવાયું. પાયલ એક વર્ષથી વાત કરતી હતી. પાયલ આખો દિવસ વાત કરી હતી, એ નંબર નીચે લખું છે. આ નંબરની વિગતો ખોલવા વિનંતી. (પાયલના બે નંબર લખ્યા છે. બાજુમાં અન્ય ચાર મોબાઇલ નંબર પણ લખ્યા છે.) મરવાનું કારણ તો આ વિષ્ણુ-બરવાળા, અનિલ અબાસણા અને કિશન અબાસણાને કારણે મારી મરવું પડે છે. આ ત્રણેયને સજા પડવી પડે. મને એક મહિના પહેલા ધમકી આપી હતી.

વિષ્ણુએ કીધું હતું કે જે થાય એ કરી લેજે. મને મારવાની ધમકી આપી હતી. અનિલે મને ભાભરમાં ધમકી આપી હતી. તારી વહુ છે પરંતુ મારી તો લવર છે. એવું કીધું પછી મારા શર્ટના બટન તૂટી ગયા હતા. પછી મે નવું શર્ટ લીધું. ૧૩ એપ્રિલના રોજ પાયલ રાત્રે ૧ વાગ્યે વાત કરતી હતી. મેં કહ્યુ કોની જાેડે વાત કરે છે તો મને કીધું કે કોઈની જાેડે નહીં. મારી બેનપણી જાેડે વાત કરું છું. મેં કહ્યું કે રાત્રે ૧ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી શું વાત કરે છે. મને ખબર પડી ગઈ પણ શું કરવું. મેં કીધું જે હોય એનું નામ આપી દે. એ દિવસે મારે પાયલ જાેડે એક કલાક મેસેજમાં વાત થઈ. પાયલે કહ્યું કે કોઈ જાેડે નહીં, વિષ્ણુ જાેડે રાત્રે ૧થી ૫ વાત કરી હતી. મેં અનિલ જાેડે વાત કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.