Western Times News

Gujarati News

ગુરુ ગ્રંથ સાહિબને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મસ્તક પર લઈ લીધો

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા વચ્ચે ભારતીયોને કાબુલમાંથી બહાર કાઢવાનો સિલસિલો ચાલુ છે. એર ઇન્ડિયાનું છે-૧૯૫૬ વિમાન આજે ૭૮ લોકોને લઇને તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેથી દિલ્હી પહોંચી ગયું છે. એમાં ૨૫ ભારતીય છે. આ વિમાનમાં કાબુલના ગુરુદ્વારામાંથી ગુરુ ગ્રંથ સાહિબને પણ લાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, વી. મુરલીધરન અને ભાજપના નેતા આરપી સિંહ આ ગુરુ ગ્રંથ સાહિબને સંભાળવા માટે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા, તેઓ આ ગુરુ ગ્રંથ સાહિબને મસ્તક પર મૂકીને એરપોર્ટની બહાર લાવ્યા હતા. આ ગુરુ ગ્રંથ સાહિબની આ નકલો દિલ્હીના ગુરુદ્વારામાં રાખવામાં આવશે.

તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાન છોડનાર પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઈ હશમત ગનીએ દાવો કર્યો છે કે અશરફ ગનીની હત્યા કરવાનું કાવતરું હતું. હશમત કહ્યું હતું કે કાબુલમાં હત્યાઓ અને વાતાવરણ બગાડવાની યોજનાઓ હતી, જેથી કેટલાક સૈન્યના નિવૃત્ત લોકો તેમના ઇરાદા પૂરા કરી શકે. તેમણે મારી હત્યા કરવાનું ષડયંત્ર પણ રચ્યું હતું.

હશમતે અંગ્રેજી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ દાવો કર્યો છે.જાેકે તેમણે એ નથી કહ્યું કે અશરફ ગનીની હત્યા કોણ કરવા માગતું હતું? આ સવાલના જવાબમાં અશરફે કહ્યુ ં હતું કે જ્યારે સમય આવશે ત્યારે આ ખુલાસો અશરફ ગની પોતે જ કરશે. હશમતે પોતે તાલિબાનમાં જાેડાયા હોવાના અહેવાલને પણ નકારી દીધા છે. તેઓ કહે છે, તેણે તાલિબાન શાસન સ્વીકાર્યું છે, પરંતુ તેમની સાથે સામેલ થવાનું સ્વીકાર્યું નથી.

શીખ સમુદાયના લોકોનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ ફ્લાઇટની અંદર જાે બોલે સો નિહાલ અને વાહે ગુરુજી કા ખાલસા-વાહે ગુરુજી કી ફતેહ બોલતા જાેવા મળી રહ્યા છે. આ વીડિયો વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શેર કર્યો છે.
ભારત સહિત વિશ્વભરના દેશો તેમના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં વ્યસ્ત છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને એમ પણ કહ્યું હતું કે કાબુલમાંથી લોકોને ૩૧ ઓગસ્ટ સુધીમાં બહાર કાઢવા કાર્ય પૂર્ણ થશે. આ દરમિયાન તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને એક નિવેદન જારી કર્યું અને નાટો દળોને ધમકી આપી કે તેઓ ૩૧ ઓગસ્ટ સુધીમાં કાબુલ એરપોર્ટનો કબજાે છોડી દે અને તેમના દેશમાં પરત ફરે.

તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યું હતું કે ૩૧ ઓગસ્ટ રેડ લાઇન હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને કહ્યું હતું કે તેમની સેના આ તારીખ સુધીમાં અફઘાનિસ્તાન છોડી દેશે. આ તારીખ લંબાશે તો એનો અર્થ એ થશે કે અમેરિકી સૈન્ય ફરી અફઘાનિસ્તાનમાં પોતાનો કબજાે વધારી રહ્યું છે. જાે આવું થશે તો અમેરિકાએ એનાં પરિણામો ભોગવવાં પડશે.ફ્રાન્સે તાલિબાનની આ ધમકીનો જવાબ આપ્યો છે.

ફ્રાન્સે સ્પષ્ટ કહ્યું છે કે ૩૧ ઓગસ્ટની સમયમર્યાદા બાદ પણ અમે અમારા નાગરિકોને કાબુલમાંથી બહાર કાઢવાનું કામ ચાલુ રાખીશું. ફ્રાન્સનું આ નિવેદન તાલિબાનને સીધો પડકાર આપે છે કે જાે તે બચાવ કામગીરીમાં અવરોધો ઊભા કરશે તો એ યોગ્ય રહેશે નહીં.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસન મંગળવારે ય્૭ની ઈમર્જન્સી બેઠક બોલાવે એવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે આમાં તે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન સાથે ૩૧ ઓગસ્ટ પછી પણ અફઘાનિસ્તાનમાં સેનાને રોકવા માટે કહેશે, જેથી લોકોને કાબુલ એરપોર્ટ પરથી બહાર કાઢવા માટે વધુ સમય મળી શકે.

આ માટે કાબુલ એરપોર્ટ પર હજારો અફઘાન અને વિદેશી નાગરિકો રાહ જાેઈ રહ્યા છે કે તેમને કોઈ ફ્લાઇટ મળે, જેથી તેઓ અફઘાનિસ્તાન છોડીને જઈ શકે.અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પરત બોલાવવાની જાહેરાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને મોટી જાહેરાત કરી છે.

તેમણે સોમવારે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈમાં જેમણે અમેરિકી સૈન્યને મદદ કરી છે તેમને અમેરિકામાં આશરો આપવામાં આવશે. બાઈડને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે એક વખત સ્ક્રીનિંગ અને અન્ય ઔપચારિકતાઓ થઈ ગયા પછી અમે અફઘાનોનું અમારા દેશમાં સ્વાગત કરીશું, જેમણે યુદ્ધ દરમિયાન અમને મદદ કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.