Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૨૭ નવા કેસ મળ્યા

Files Photo

મુંબઇ, કોરોનાની ત્રીજી તરંગની સંભાવના અંગે મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે, જાે રાજ્યમાં રોગચાળાની નવી લહેર આવે છે, તો તે તેનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જાે કે, કોરોના વાયરસના ‘ડેલ્ટા પ્લસ’ વેરિઅન્ટના વધતા જતા કેસને કારણે રાજ્ય સરકારની ચિંતા વધી છે.

મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૨૭ નવા કેસ મળી આવ્યા છે, ત્યારબાદ આ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૧૦૩ થઈ ગઈ છે.

આ ૨૭ નવા કેસમાંથી ગઢચિરોલી અને અમરાવતીમાં ૬ કેસ, ૫ કેસ નાગપુરમાં, ૪ કેસ અહમદનગરમાં, ૩ કેસ યવતમાલમાં, ૨ કેસ નાસિકમાં અને ભંડારા જિલ્લામાં એક કેસ મળી આવ્યો છે.

આ અગાઉ જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં બીએમસીએ જણાવ્યું હતું કે, મુંબઇમાં રિપોર્ટ માટે મોકલવામાં આવેલા ૧૮૮ સેમ્પલમાંથી ૧૨૮ની અંદર ડેલ્ટા વેરિએન્ટ મળી આવ્યું છે. આલ્ફા વેરિએન્ટના ૨ કેસ અને કપ્પા વેરિએન્ટના ૨૪ કેસ પણ મળી આવ્યા છે. કોરોનાનું ડેલ્ટા વેરિઅન્ટ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર માટે જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

બીએમસીએ ચિંચપોકલી વિસ્તારમાં આવેલી કસ્તુરબા હોસ્પિટલમાં નવી જીનોમ સિક્વન્સિંગ લેબની સ્થાપના કરી છે. ૪ ઓગસ્ટના રોજ આ લેબના ઉદ્‌ઘાટન બાદ બીએમસીએ પ્રથમ વખત અહીં કોરોના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કર્યું છે.

બીએમસી અનુસાર આ લેબમાં એક સમયે ૩૮૪ સેમ્પલના રિપોર્ટ કરી શકાય છે અને તે સેમ્પલનું પરિણામ ચાર દિવસમાં આપી શકાય છે. મુંબઈમાં કોરોનાના ૨૨૫ નવા કેસ નોંધાયા ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ૩,૬૪૩ નવા કેસ મળી આવ્યા હતા, જેમાંથી ૨૨૫ દર્દીઓ મુંબઈમાં નોંધાયા હતા.

મુંબઈમાં કોરોનાને કારણે ૪ લોકોના મોત પણ થયા હતા. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારના રોજ નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.