Western Times News

Gujarati News

કાશ્મીર જીતી પાકિસ્તાનને સોંપશે તાલિબાન, ઈમરાનની પાર્ટીના નેતાનો દાવો

શ્રીનગર, કાશ્મીરને લઇ પાકિસ્તાનના નેતાઓ હવામાં ઉડતા રહે છે. તેઓ કાશ્મીરને લઇ રોજ નવા નવા દાવાઓ કરતા રહે છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇંસાફમાં પણ અમુક એવા જ નેતા છે. ઇમરાનની પાર્ટીના નેતા નીલમ ઈરશાદ શેખે એક ડિબેટ શોમાં અજીબ નિવેદન આપી દીધું. તેણે કહ્યું કે, અફઘાનિસ્તાનથી તાલિબાન આવશે અને કાશ્મીરને જીતીને પાકિસ્તાનને સોંપી દેશે. નીલમના આ નિવેદનને લઇ ડિબેટ શોના એંકરે લાઇવ પ્રસારણ દરમિયાન જ તેના નિવેદનને ફગાવી દીધું અને નેતાને ફટકાર લગાવી.

વીડિયોમાં નીલમ ઈરશાદ કહે છે, આખી દુનિયામાં પાકિસ્તાનનું નામ છે. દેશનું રેવેન્યૂ વધી રહ્યું છે. તુર્કી અને મલેશિયા અમારી સાથે છે. તાલિબાન કહે છે કે તેઓ અમારી સાથે છે. તેઓ અમારા માટે કાશ્મીર ફતેહ કરશે. એટલે કે તાલિબાન પાકિસ્તાન માટે કાશ્મીર જીતી લાવશે.

આ નિવેદન પર એંકર નેતાને વચ્ચે જ ટોકી અને કહ્યું કે તેને લાગી રહ્યું છે કે તે ભારતના કોઇ ટેલિવિઝન શોને રજૂ કરી રહ્યા છે.
એંકરે પૂછ્યું કે આ વાતો તમારા સુધી પહોંચી કઇ રીતે. તમને આવી વાતોનો ખ્યાલ કઇ રીતે આવે છે. તમને શું વોટ્‌સએમ મેસેજ આવ્યો હતો. તમને કોઇએ જણાવ્યું. તમને શું ખ્યાલ છે કે તમે શું કહ્યું છે. તાલિબાન કાશ્મીર જીતીને આપશે, આ તમને કોણે કહ્યું.

અલ્લાહનો વાસતો છે આ પ્રેગ્રામ લાઇવ જઇ રહ્યો છે. આને દુનિયા જાેશે, ભારત જાેશે. બેગાની શાદીમાં અબ્દુલ્લા દિવાના. તમે તાલિબાનને વચ્ચે ક્યાંથી લાવી દીધા. તાલિબાન આવશે તો આર્મી શું કરશે? તાલિબાન અને પાકિસ્તાનના સંબંધ જગજાહેર છે. એવી ઘણી રિપોર્ટ છે કે જેમાં બંનેએ નજીકના સંબંધો હોવાની વાત કરી છે.

અફઘાનિસ્તાન પર કબ્જાે કરવા માટે પાકિસ્તાને તાલિબાનને પ્રશિક્ષિત કરવા, નાણાકીય મદદ પહોંચાડવાથી લઇ તેને દરેક રીતની મદદ કરી છે. પાકિસ્તાની પાર્ટીના નેતાના આ વિચાર કે તાલિબાન કાશ્મીરની લડાઇ લડશે, પાકિસ્તાનના સત્તાધારીઓની નાપાક મનશા દર્શાવે છે.

અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ આવી ગયા પછી પાકિસ્તાનના ઘણાં વિસ્તારોમાં મિઠાઇઓ વહેંચવામાં આવી. આ દેખાડે છે કે તાલિબાનને પાકિસ્તાનના એક મોટા તબકાનું સમર્થન હાંસલ છે. એવી ઘણી રિપોર્ટ પણ છે જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના ચરમપંથી સંગઠન અને આતંકવાદી સમૂહ અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે મળીને લડાઇ લડી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.