Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનના બજારમાં બુરખા અને હિજાબની માંગ વધી

કાબુલ, અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષ બાદ તાલિબાનની વાપસી બાદ ફરી એકવાર અહીંની સ્થિતિ બદલાવવા લાગી છે. તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાનમાં સામાજિક વ્યવસ્થા, કાનૂન હાલાત, રાજનૈતિક સ્થિતિ, આર્થિક હાલાત બદલાઈ ગયા છે. મહિલાઓની સ્થિતિ ચિંતાજનક બની છે. અફઘાનિસ્તાન પર કબજા બાદથી તાલિબાનનું ફરમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. તાલિબાનના સૈનિકો તેમનું ફરમાન ના માનનારા લોકો પર ગોળીઓ વરસાવી રહ્યા છે. ખુલ્લેઆમ લોકોને સજા સંફળાવવામાં આવી રહી છે.

તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની તસવીર બદલાઈ ચૂકી છે. તાલિબાને અફઘાનિસ્તાન પર વફરી પોતાનો કબજાે જમાવતાં જ ફરમાન જાહેર કર્યું કે મહિલાઓએ ફરજીયાત હિજાબ પહેરવું પડશે. તેઓ હિજાબના પડદામાં રહીને અભ્યાસ, નોકરી જેવાં કામ કરી શકે છે, પરંતુ તેમણે પડદામાં જ રહેવું પડશે. તાલિબાનના આ ફરમાનને માનવાનો જેણે ઈનકાર કર્યો તેમને ગોળીઓથી ધરબી દેવામાં આવશે.

આવી કેટલીય તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે, જ્યાં હિજાબ ના પહેરવા પર મહિલાઓને ખુલ્લેઆમ સજા આપવામાં આવી રહી છે. જ્યારે ન્યૂજ મહિલા રિપોર્ટ્‌ર્સ, પ્રેજન્ટેટરને પણ હિજાબ પહેરી પોતાના કામ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું ચે. તાલિબાનના ફરમાન બાદ બજારમાં બુરખા અને હિજાબની માંગ વધી ગઈ છે. માંગની સાથોસાથ કિંમતમાં પણ વધારો થયો છે. અચાનક વધેલી માંગ પૂરી કરવામાં પરેશાની આવી રહી છે. જ્યારે માંગને કારણે હિજાબની કિંમતમાં તેજીથી વધારો થયો છે. તાલિબાનના ફરમાનને માનતાં મહિલાઓ હિજાબ ખરીદવા માટે બજાર પહોંચી રહી છે. મહિલાઓ ઉંચી કિંમત ચૂકવીને હિજાબ, પાઘડી, બુરખા ખરીદી રહી છે.

રિપોર્ટ્‌સ મુજબ જ્યાં દુકાનદારો પહેલાં ૬થી ૭ હિજાબ વેચી રહ્યા હતા ત્યાં હવે દિવસમાં ૨૫થી ૩૦ હિજાબ વેચી રહ્યા ચે. જ્યારે માંગની અસર કિંમતો પર પણ થી રહી છે, પહેલાં એક હિજાબની કિંમત ૧૦૦૦ અફઘાની હતી જ્યારે હવે તે વધીને ૧૨૦૦થી ૧૫૦૦ અફઘાની પર પહોંચી ગઈ છે. લોકો પોતાના ઘરની મહિલાઓ માટે હિજાબ અને બુરખા ખરીદી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.