Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૭૫૯૩ નવા પોઝિટિવ કેસ

નવી દિલ્હી, ભારતમાં છેલ્લા બે દિવસ કોરોના સંક્રમણના કેસોમાં થોડી રાહત જાેવા મળી હતી જેમાં રોજ ૨૫ હજારની આસપાસ કેસ નોંધાતા હતા. પરંતુ બુધવાર સવારે જાહેર થયેલા આંકડાઓએ ચિંતા વધારી દીધી છે. એક જ દિવસમાં ૧૨ હજાર કેસોનો ઉછાળો જાેવા મળ્યો છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ ૬૦૦ને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૭,૫૯૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૬૪૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૫,૧૨,૩૬૬ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૫૯,૫૫,૦૪,૫૯૩ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૧,૯૦,૯૩૦ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. વિશેષમાં, કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૧૭ લાખ ૫૪ હજાર ૨૮૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૪,૧૬૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૭૦ ટકા છે. હાલમાં ૩,૨૨,૩૨૭ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૩૫,૭૫૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૪ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૧,૧૧,૮૪,૫૪૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

મંગળવારના ૨૪ કલાકમાં ૧૭,૯૨,૭૫૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ મહદઅંશે કાબૂમાં લાગી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૪ કેસ નોંધાયા છે. જેની સામે ૨૫ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.