Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનમાં હજુ પણ પરિસ્થિતિ ખરાબ જ થશે

નવસારી, અફઘાનિસ્તાન પર તાલિબાને કબજાે મેળવ્યો છે. ત્યારે ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ભારતે ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાનું કામ કર્યું છે. ત્યારે નવસારીના ચીખલીનો યુવાન અફઘાનિસ્તાનથી પરત આવ્યો છે. આ યુવાન રોજગાર અર્થે અફઘાનિસ્તાન ગયો હતો. જે હેમખેમ પરત ફરતાં પરિવારમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે.

અફઘાનિસ્તાનથી પરત આવેલ ડેરીક લાડે જણાવ્યું કે, ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમજ આવનારા સમયમાં હજુ પણ પરિસ્થિતિ ખરાબ થશે. અફઘાનિસ્તાન પર તાલિબાને કબજાે મેળવ્યા બાદ ભારતીયો પોતાના વતન પરત ફરી રહયા છે. ત્યારે અફઘાનિસ્તાનના કાબુલમાં અમેરિકાના કેમ્પમાં નવસારીના પણ કેટલાક યુવાનો રોજગાર અર્થે ગયા હતા. જેઓ પોતાના માદરે વતન પરત ફર્યા છે. જેમાં ચીખલીના એક યુવાને અફઘાનિસ્તાનની પોતાની વ્યથા જણાવતા ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જણાવ્યું હતું.

ઇન્ડિયન એમ્બેસી અને અમેરિકાની મદદથી આજે પરત ઘરે ફર્યા હોવાનું તેણે કહ્યું. સાથે જ આવનારા સમયમાં હજી પણ પરિસ્થિતિ વધુ ખરાબ બનશે તેવુ તેનુ કહેવુ છે. ડેરીક લાડ છેલ્લા ચાર વર્ષથી અફઘાનિસ્તાનમાં નોકરી કરતા હતા.

જાેકે અમેરિકન કેમ્પમાં નોકરી હોવાથી તેઓ સલામત હતા. તેઓને તાલીબાની આતંકનો સામનો કરવો પડ્યો ન હતો. આ વિશે તેઓ કહે છે કે, હુ ચાર વર્ષથી ત્યાં નોકરી કરી હતો. એચકાય કેમ્પસમાં હું કામ કરતો હતો. પરંતુ અચાનક આવુ થયુ અમને ત્યાંથી નીકળવુ પડ્યું. અમેરિકાના સપોર્ટથી અમે કતાર આવ્યા અને કતારથી ઈન્ડિયન એમ્બેસીએ મદદ કરીને અમને અહી પહોંચાડ્યા. કાબુલથી કતાર અમને અમેરિકન સૈન્યએ મોકલ્યા. અમે કેમ્પમાં હતા એટલે સલામત હતા. બાકી કાબુલમાં રસ્તાઓ પર તો હાલત બહુ જ ખરાબ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.