Western Times News

Gujarati News

રીક્ષા ચાલકે બાળક અને મહિલાનો જીવ બચાવ્યો

સુરત, સુરત શહેરમાં એકબાજુ લોકો નાની નાની બાબતોમાં એકબીજાને મારી નાંખતા પણ અચકાતા નથી ત્યારે બીજી બાજુ એવા પણ ઘણાં કિસ્સા સામે આવે છે કે, અજાણ્યા લોકોને કોઇપણ કારણ વગર મદદ કરે છે. આવો જ એક માનવતાનો કિસ્સો સામે આવ્યો છે જેને વાંચીને લાગે કે, માનવતા હજી મરી પરવારી નથી. શહેરનાં ઝાપા બજારમાં રહેતી મહિલા પોતાના બાળક સાથે એક રિક્ષામાં બેસીને મક્કાઇ પૂલ જઇ રહી હતી.

તે દરમિયાન તે સતત રડી રહી હતી આ જાેતા રિક્ષા ડ્રાઇવરને દુખ થયું અને તેણે બહેનને મદદ કરવાનું નક્કી કર્યું. રિક્ષા ચાલકે મહિલાને પૂછ્યું કે, તમે કેમ રડો છો પરંતુ કોઇ યોગ્ય જવાબ ન આપ્યો ત્યારે તેને શંકા ગઇ કે, આ મહિલા કદાચ આપઘાત કરવા તો નહીં જતી હોય ને. જેથી તેણે તે મહિલાની પાછળ ગયો અને અજુગતું પગલું ભરતા બચાવી લીધી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રિક્ષા ચાલકે સતર્કતા દાખવીને મક્કાઈ પૂલ પાસે એ મહિલા નીચે ઉતરે તે પહેલાં જ ત્યાંથી પસાર થતાં એક પોલીસ જવાનને તેણે બોલાવી લીધાં હતાં. પોલીસને સમગ્ર બાબતની જાણ કરી હતી. મહિલા પોતાના બાળકને લઇને કદાચ અહીં આપઘાત કરવા માટે આવ્યા છે. જાેકે, આ જાેતા જ મહિલા રિક્ષામાંથી ઉતરીને બીજી તરફ દોડી જતી હતી.

જ્યારે રિક્ષાચાલકે થોડા સમય માટે તેને પકડી રાખી બ્રિજ પાસે જવા દીધી નહી. પોલીસકર્મીને મહિલા આપઘાત કરવા આવી હોય તેમ જ લાગ્યું જેથી તેમણે એક પીસીઆર વાનને રોકી લીધી અને સમગ્ર વાતની જાણ કરી હતી. આ વાત સાંભળીને મહિલાને તરત જ પીસીઆર વાનમાં બેસાડી દેવાઈ હતી. મહિલાને પહેલા પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ હતી. મહિલા કોઈ અગમ્ય કારણસર આપઘાત કરવા જતી હોવાની વાત બહાર આવી.

જે બાદ મહિલાનું કાઉન્સિલિંગ કર્યા બાદ તેને ઘરે પરત મોકલવામાં આવી હતી. રિક્ષાચાલક મહંમદ અબ્રારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રિક્ષામાં બેઠા ત્યારથી મહિલા પોતાના સંતાન અને ખોળામાં બેસાડીને સતત રડી રહ્યાં હતાં. કોઈ કારણસર તેઓ પોતે દુઃખી હોય તેવું લાગતાં હતાં. મેં તેમને પૂછ્યું પરંતુ તેમણે કોઇ યોગ્ય જવાબ આપ્યો નહીં.

ઝાપા બજારથી મક્કાઈ પૂલ આવતા મને થોડી શંકા ગઈ કે, મક્કાઈ પૂલ ઉપર આ મહિલા કદાચ આપઘાત કરી શકે છે. જેથી તાત્કાલિક આ મહિલાને રોકી અને એક પસાર થતા પોલીસ જવાનને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. મહિલા મક્કાઈ પૂલ ઉપર આપઘાત કરવા આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.