Western Times News

Gujarati News

ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી ત્રીજી લહેરની શક્યતા ઓછીઃ નિષ્ણાતો

Files Photo

બેંગલુરુ, કોરોનાની ત્રીજી વેવ આવશે કે નહીં તેને લઈને લોકો ચિંતિત છે. આ વિષેના અલગ-અલગ અંદાજાેમાં ત્રીજી વેવ સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. આ ઉપરાંત, ત્રીજી લહેરમાં સૌથી વધુ ખતરો બાળકોને હશે તેવું પણ કેટલાક એક્સપર્ટ્‌સનું માનવું છે.

જાેકે, સવાલ એ છે કે શું ખરેખર ત્રીજી લહેર આવવાની છે, અને જાે આવશે તો તેની પાછળનું કારણ શું હશે ? એક તરફ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ)ના હાલના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયંટથી ત્રીજી વેવ આવશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરાઈ હતી. ત્યારે એક સમયે દેશના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાંના એક કર્ણાટકના એક્સપર્ટ્‌સ માની રહ્યા છે કે ડેલ્ટા પ્લસ વેરિયંટથી થર્ડ વેવ આવવાની શક્યતા ઘણી ઓછી છે.

એનઆઈડીએમના રિપોર્ટ, ‘કોવિડ-૧૯ થર્ડ વેવ પ્રીપરેડનેસઃ ચિલ્ડ્રન્સ વર્નેબિલિટી એન્ડ રિકવરી’માં થર્ડ વેવને પહોંચી વળવાની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી છે. તેમાં રાહતની એક વાત એ પણ દર્શાવાઈ છે કે, ડેલ્ટા પ્લસ વેરિયંટ પુખ્ત વયની વ્યક્તિ માટે જેટલો ઘાતક છે તેટલો કદાચ બાળકો માટે નહીં હોય. દેશની ૨૮ અલગ-અલગ લેબમાં થયેલા જિનોમ સિક્વન્સના આધારે આ રિપોર્ટમાં જણાવાયું હતું કે ડેલ્ટા પ્લસ વેરિયંટ ચિંતા ઉપજાવે એવી ત્રણ લાક્ષણિકતા ધરાવે છે, જેમાં તેની ફેલાવવાની ક્ષમતા, ફેફસાંના કોષ સાથે મેચ જાેડાઈ જવાની ક્ષમતા અને શરીરના એન્ટિબોડી પર તે હાવી હોવાનો સમાવેશ થાય છે.

જાેકે, આ રિપોર્ટમાં એવો પણ એકરાર કરવામાં આવ્યો છે કે, ડેલ્ટા પ્લસ અન્ય ડેલ્ટા વેરિયંટ કરતાં વધારે ઘાતક હોવાની વાતને સમર્થન આપી શકે તે માટે હજુય પૂરતા ડેટા અને પુરાવા ઉપલબ્ધ નથી. આ વેરિયંટ અત્યારસુધી ૧૬ રાજ્યોમાંથી લેવામાં આવેલા ૫૮,૨૪૦ સેમ્પલ્સના જિનોમ સિકવન્સમાં ૭૦માં આ વેરિયંટ ડિટેક્ટ થયો છે.

મહારાષ્ટ્રમાં તેના સૌથી વધુ ૨૩ ત્યારબાદ એમપીમાં ૧૧ અને તમિલનાડુમાં ૧૦ કેસ જાેવા મળ્યા છે. અત્યારસુધી આ વેરિયંટથી ચેપગ્રસ્ત બનેલા ત્રણ લોકોના મોત થયા છે. જેમાંથી બે લોકોએ વેક્સિનનો એકેય ડોઝ નહોતો લીધો. કર્ણાટકના વાયરોલોજિસ્ટ અને રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના નોડલ ઓફિસર ડૉ. વી. રવિના જણાવ્યા અનુસાર, ડેલ્ટા પ્લસ ત્રીજી વેવ લાવશે તેવા કોઈ પુરાવા હજુ સુધી નથી મળ્યા. આ વેરિયંટનું સમગ્ર પ્રચલન ઘણું નીચું છે.

તેમણે જણાવ્યું હતું કે કોઈપણ નવો વેરિયંટ નવી વેવ લાવી શકે, પરંતુ ડેલ્ટા પ્લસ અંગે આવા કોઈ પુરાવા નથી મળ્યા. તેના લક્ષણો ડેલ્ટા જેવા જ છે, પરંતુ તેની હાજરી હજુ સુધી અમુક લોકોમાં જ જાેવા મળી છે. કેટલાક ડોક્ટર એવું પણ માની રહ્યા છે કે હજુ તો દેશમાં સેકન્ડ વેવ જ પૂરી નથી થઈ. તેવામાં ડેલ્ટા વાયરસમાં થતા કોઈપણ મ્યૂટેશન પર નજર રાખવી જરુરી છે.

કર્ણાટકના અન્ય એક ટોચના વાયરોલોજિસ્ટ ડૉ. વી રવિના જણાવ્યા અનુસાર, ત્રીજી વેવ સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં જ આવશે. બીજી વેવ પાછળ તેમણે લોકોની લાપરવાહીને સીધી જવાબદાર ઠેરવી હતી. તેમનું કહેવું છે કે હવે કેસ ઘટી ગયા છે ત્યારે લોકો ફરી લાપરવાહ થઈને ફરી રહ્યા છે. તેમનું માનવું છે કે, ત્રીજી વેવ જેવી સ્થિતિ સર્જાશે કે નહીં તેને લઈને સપ્ટેમ્બરના મધ્ય ભાગ સુધીમાં જ સ્પષ્ટતા થઈ શકશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.